Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જ્ઞાતિની વિશિષ્ટ વ્યક્તિઓ તથા સેવાભાવી કાર્યકરોનું કરાયું સન્માનઃ
જામનગર તા. ૬ઃ જામનગરમાં મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડીમાં ડોમ અને સી.સી. બ્લોકનું લોકાર્પણ કરાયું હતું, અને જ્ઞાતિના વિશિષ્ટ વ્યક્તિઓ તથા સેવાભાવી કાર્યકરોનું સન્માન કરાયું હતું.
ગુ.હા.સ.ચા.મોઢ બ્રાહ્મણ જ્ઞાતિના જામનગર તાલુકા અભ્યુદય મંડળ સંચાલિત શાસ્ત્રીજી દલપતરામ હરખજીભાઇ ત્રિવેદી જ્ઞાતિ ની વાડીમાં તાજેતરમાં ડોમ અને સીસી બ્લોકનું લોકાર્પણ કરાયું હતું, આ પ્રસંગે બોલતા ધારાસભ્ય દિવ્યેશ અકબરી એ જણાવ્યું હતું કે, વર્ષોથી મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા ફક્ત જ્ઞાતિ માટે જ નહીં, સમાજ માટે અનેક વિકાસકાર્યો થાય છે, જેનો હું સાક્ષી છું અને આ કામ કરવાથી સમાજ પણ સંગઠ્ઠિત બને છે, આગામી દિવસોમાં પણ જ્ઞાતિના હોદ્દેદારો દ્વારા વધુને વધુ વિકાસકામ કરવા માટે જણાવાયું છે તે ખૂબ જ અભિનંદનીય છે.
તેમણે કહ્યું હતું કે, આ જ્ઞાતિ દ્વારા સર્વ નિદાન કેમ્પ, બ્લડ કેમ્પ, સરકારી યોજનાની લોકોને વિવિધ સહાય મળે તે માટેના કાર્યક્રમો, પુસ્તક વિતરણ, આફતના સમયે ગરીબોને અનાજ અને કપડા વિતરણ સહિતના કામો કરવામાં આવે છે, જેનો હું સાક્ષી છું ત્યારે સરકાર દ્વારા અપાતી યોજનાઓનો લાભ લોકોને વધુને વધુ મળે એ માટે હું મારા તમામ પ્રયત્નો કરીશ અને આગામી વર્ષ માટે હું ફરી થી રૂ પાંચ લાખની મારી ગ્રાન્ટ સેવાકીય કામો માટે ફાળવું છું.
પૂર્વ મેયર બીનાબેન કોઠારીએ કહ્યું હતું કે, જ્ઞાતિના હિતના તમામ કાર્યક્રમોમાં સિનિયર પત્રકાર હિરેન ત્રિવેદીની ટીમ સતત દોડતી રહી છે, ભવિષ્યમાં પણ મારા લાયક કોઇપણ જાતનું કાર્ય હોય કે કોઇપણ સેવાની જરૃર હોય તો સદાય સેવા આપીશ, મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા અનેકવિધ સેવાના કામો કરવામાં આવે છે, જેનાથી સમસ્ત બ્રાહ્મણ સમાજ પણ સંગઠ્ઠીત થયો છે, પૂર્વ ચેરમેન મનીષ કટારીયા એ પણ જ્ઞાતિના યુવા સોશ્યલ ગ્રુપ મહિલા પાંખ દ્વારા થતી સેવાકીય પ્રવૃત્તિની નોંધ લઇને કહ્યું હતું કે, મારા લાયક કોઇપણ પ્રકારની સેવા હોય તો હું આ જ્ઞાતિ માટે ક્યારેય ના નહીં પાડું, સરકારની વિવિધ યોજનાઓનો વધુને વધુ લાભ મળે તે માટે હુ ં પણ તમારી સાથે છું, કાર્યક્રમનું સંચાલન સિનિયર પત્રકાર હિરેન ત્રિવેદીએ કર્યું હતું.
અભ્યુદય મંડળના ખજાનચી પ્રમોદભાઇ ત્રિવેદીએ જ્ઞાતિના આગામી કાર્યક્રમોની જાણકારી આપી હતી અને જે રીતે જ્ઞાતિના લોકોએ આ સેવાના યજ્ઞમાં યોગદાન આપ્યું છે તે તમામ દાતાની પ્રશંસા કરીને આભાર માન્યો હતો, જ્યારે મેયર વિનોદ ખીમસૂર્યાએ કહ્યું હતું, કોર્પોરેશન દ્વારા આ વિસ્તારમાં કોઇપણ પ્રકારની જરૃરિયાત હોય તો અમોને યાદ કરજો, મોઢ બ્રાહ્મણ જ્ઞાતિના અગ્રણી અને મારા મિત્ર હિરેન ત્રિવેદી દ્વારા જે રીતે સેવાના વિવિધ કામો થઇ રહ્યા છે, તેમની સેવાને હું બિરદાવું છું.
આ કાર્યક્રમમાં ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, ભાજપના શહેર પ્રમુખ ડો. વિમલ કગથરા, સ્ટે. ચેરમેન નિલેશ કગથરા, નેતા આશિષ જોષી, દંડક કેતન નાખવા, જ્ઞાતિના ઉપપ્રમુખ ડો. પ્રકાશભાઇ ત્રિવેદી, પૂર્વ ટ્રસ્ટી રમણીકભાઇ ત્રિવેદી, નરેન્દ્રભાઇ ત્રિવેદી, મુકેશભાઇ માતંગ, યુવા સોશ્યલ ગ્રુપના સંદિપ ત્રિવેદી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. જ્યારે જ્ઞાતિમાં સેવાકીય કાર્યો કરતા તમામ વ્યક્તિઓનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું, એટલું જ નહીં ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, પૂર્વ મેયર બિનાબેન કોઠારી, પૂર્વ ચેરમેન મનીષ કટારીયાનું તલવાર અને શાલ ઓઢાડી સન્માન કરાયું હતું, જ્યારે સાંસદ પૂનમબેન માડમ અને ગ્રાન્ટ ફાળવનાર પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ શુભેચ્છા સંદેશા પાઠવ્યો હતો, સિનિયર પત્રકાર હિરેન ત્રિવેદી અને યુવા સોશ્યલ ગ્રુપના પ્રમુખ સંદીપ ત્રિવેદીનું વિશિષ્ટ સન્માન કરાયું હતું.
આ કાર્યક્રમ માટે પ્રમુખ પ્રવિણભાઇ ત્રિવેદી હાજર નહીં રહી શકતા તેઓએ કાર્યક્રમને શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમમાં અશોક ત્રિવેદી, બિપીન ત્રિવેદી, પરશુરામ ત્રિવેદી, દિપ ત્રિવેદી, પ્રિતી ત્રિવેદી, મનીષા ત્રિવેદી, કલ્યાણી ત્રિવેદી, ખુશાલ ત્રિવેદી, પ્રિતેશ ત્રિવેદી, ઉર્મિબેન ત્રિવેદી સહિત અગ્રણીઓ-કાર્યકરોએે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન હિરેન ત્રિવેદી અને પ્રમોદ ત્રિવેદીએ કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial