Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા: પાણીની મુખ્ય લાઈન રીપેર કરવાની કાર્યવાહી પૂરજોશમાં

ઘી ડેમ ઓવરફલો થતા પાઈપલાઈન તૂટી હતી

જામનગર તા. ૩૧ઃ ખંભાળીયામાં ૩ દિવસમાં પડેલા ૩૬ ઈંચ વરસાદને કારણે ઘી ડેમ સાડા સાત ફૂટે ઓવરફલો થતાં ડેમ પાસેની ખંભાળીયા શહેરમાં જતી પાણીની મેઈન લાઈન તોડી નાખતા પાણીથી લાઈનો તુટીને બેવડી વળી ગઈ હતી. ચાર દિવસથી પાણી વિતરણ બંધ થતાં ભારે મુશ્કેલી સર્જાઈ હતી.

પાલિકાના આ પાણી પ્રશ્ને ખંભાળીયાના ધારાસભ્ય મૂળુભાઈ બેરા તથા જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાએ પાણીની લાઈન કાર્યરત થાય તે માટે અધિકારીઓને સૂચના સાથે જરૂર પડ્યે ખાનગી કંપનીના હાઈડ્રા જેવા મશીનો તથા ટેનિકલ સહયોગ મેળવવા પણ વ્યવસ્થા કરાવી હતી. પાણી પુરવઠા તંત્રની લાઈનોનો આ કાર્યમાં ઉપયોગ લેવા સૂચના અપાઈ હતી.

આ દરમ્યાન ખંભાળીયા પાલિકા ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસ તથા પા.પુ. ઈજનેર એન.આર. નંદાણીયા દ્વારા શહેરમાં ૪૦ ટકા વિસ્તારમાં પાણી પૂરૃં પાડતા ફૂલવાડી વોટર વર્કસને ચાલુ કરીને આજથી પાણી વિતરણ શરૂ કરાયું છે. નજીકના સંપમાં પાણી પહોંચાડવાનું શરુ કરવામાં આવ્યું છે. હાલ વરસાદ રહી ગયો હોય લાઈનો નાખવા માટે જરૂરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઝડપી રીતે કામ થાય તે માટે પ્રયત્નો તંત્રએ હાથ ધર્યા છે. પાલિકાના બોર હોય તેની નજીકના વિસ્તારોને પાણી ત્યાંથી મળે તે માટે પણ કાર્યવાહી શરૂ થઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh