Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક આરોપી અન્ય ગુન્હામાં હાલમાં પણ વોન્ટેડ છેઃ
જામનગર તા. ૩૧ઃ જામનગરના ઉદ્યોગનગરમાં ૩૧ વર્ષ પહેલાં એક યુવાનની હત્યા થઈ હતી. તે ગુન્હામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી. આ કેસમાં ક્યા આરોપીએ ક્યા હથિયારથી ઘા ઝીંકયો હતો તેનાથી મૃત્યુ થયું? તે સાબિત ન થઈ શકતા બંને આરોપીનો છૂટકારો ફરમાવવામાં આવ્યો છે.
જામનગરના શંકરટેકરી ઉદ્યોગનગર પાસે આવેલા ન્યુ પ્રોગ્રેસીવ નામના કારખાના પાસે વર્ષ ૧૯૯૩માં પ્રેમજી બચુભાઈ નામના એક યુવાનની છરી-તલવાર વડે હત્યા થઈ હતી. જે તે વખતે તેની થયેલી ફરિયાદમાં આરોપી તરીકે વિશાલ વલ્લભભાઈ માડમ તથા આનંદ મદ્રાસી નામના શખ્સોની સંડોવણી જાહેર કરવામાં આવી હતી. પોલીસે હત્યાનો ગુન્હો નોંધી બંને આરોપીની ધરપકડ કરી હતી.
ઉપરોક્ત કેસ જામનગરની અદાલતમાં ચાલી જતાં અદાલતે આરોપી પક્ષ તરફથી રોકાયેલા વકીલ પરેશભાઈ એમ. બુચ તથા ફૈઝલ ચરીયાની દલીલોને ગ્રાહ્ય રાખી બંને આરોપી સામેનો કેસ નાસાબિત માની છૂટકારો ફરમાવ્યો છે.
આ કેસમાં ફરિયાદ પક્ષે પચ્ચીસ સાક્ષી રજૂ કર્યા હતા. તે ગુન્હામાં જે તે વખતે આનંદ મદ્રાસીની ધરપકડ થયા પછી જામીનમુક્ત થયો હતો અને ત્યારપછી બીજા ગુન્હામાં તેની સંડોવણી ખૂલતા આ શખ્સ નાસી ગયો હતો. જે હાલમાં પણ વોન્ટેડ છે. તેની ગેરહાજરીમાં આ કેસ ચાલ્યો હતો અને તેમાં તેનો છૂટકારો થયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial