Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લા કિસાનસંઘનું મુખ્યમંત્રીને ઉદ્દેશીને તત્કાળ સર્વે કરાવી સહાય ચૂકવવા રજૂઆત કરાઈ

અતિવૃષ્ટિથી થયેલા નુકસાનને લઈને આવેદનપત્ર અપાયું

ખંભાળીયા તા. ૩૧ઃ દ્વારકા જિલ્લા કિસાન સંઘે જિલ્લા તંત્રને અતિવૃષ્ટિથી થયેલ નુકસાનીના સર્વે વળતરની માંગ ઉઠવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદથી અત્યંત ખરાબ સ્થિતિ ખેડૂતોના પાકની થઈ હોય, દ્વારકા જિલ્લા કિસાનસંઘના અગ્રણી એમ.ડી. ચોપડા વિગેરે આગેવાનો દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને જિલ્લા તંત્રને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ચારેય તાલુકાઓમાં અત્યંત ભારે વરસાદ પડતા તથા વાવણી પછી પણ સતત બે માસ જેટલા સમય સુધી વરસાદ પડ્યો હતો, જેથી પાકને પાણી લાગવું, દવા, છંટકાવ ના થવો, નીંદામણ ના થવું વિગેરેથી ખેતરોમાં ખૂબજ નુકસાન થયું છે.

અનેક વિસ્તારોમાં પાક ઊભો છે પણ ઉત્પાદન નહીંવત થવાની શક્યતા છે. ખરીફ પાકો જેવી જ સ્થિતિ બાગાયતના પાકો તથા શાકભાજીના પાકોની થઈ છે. તે પાકોને પણ ખૂબ જ મોટું નુકસાન થયું છે.

તુરંત જ નુકસાનીનો સર્વે કરીને તાકીદે વળતર ચૂકવવા માંગ કરાઈ છે તથા હાલ વીજ પુરવઠો અનેક વિસ્તારોમાં ખેતીનો બંધ હોય, તે તુરંત જ ચાલુ કરવા તથા ભારે પવનથી પણ પાકને મોટું નુકસાન થયું હોય, તાકીદે યોગ્ય કરવા માંગ કરાઈ હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh