Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાંચેક દિવસથી ભરાયેલો છે વરસાદી પાણીનો ખાડોઃ
જામનગર તા. ૩૧ઃ જામનગરના જૂના રેલવે સ્ટેશન પાસે ભરાયેલા વરસાદી પાણીના મોટા ખાડામાંથી આજે સવારે એક અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો છે. આ વ્યક્તિનું તેમાં ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યાની આશંકા સેવાઈ રહી છે. મૃતદેહને પીએમ માટે ખસેડી પોલીસે તેની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે. ડૂબી જવા અથવા તણાઈ જવાના કારણે મૃત્યુઆંક સાતનો થવા પામ્યો છે.
જામનગરના જૂના રેલવે સ્ટેશન પાસે આવેલા સિટી આર્કેડ બિલ્ડીંગના પાછળના ભાગમાં તાજેતરમાં વરસેલા ભારે વરસાદના પગલે પાણી ભરાઈ ગયું હતું. શહેરભરમાં મોટાભાગના વિસ્તારોમાં ભરાયેલા વરસાદી પાણી ઓસરવા માંડ્યા પછી પણ ઉપરોક્ત પાણીનો ખાડો યથાવત રહ્યો હતો. તેમાંથી આજે સવારે એક અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો છે.
આજે સવારે તે મૃતદેહ અંગે કોઈએ પોલીસને જાણ કરતા સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો. ઉંધા મ્હોંએ પડેલા આ મૃતદેહનો કબજો પોલીસે સંભાળી પીએમ માટે મેડિકલ કોલેજમાં ખસેડ્યો છે અને મૃતકની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે.
ચાલુ સપ્તાહે વરસેલા ભારે વરસાદના કારણે ડૂબી જવા અથવા તણાઈ જવાના કારણે છ માનવ જિંદગીનો ભોગ લેવાયો હતો. તેમાં આજના બનાવનો ઉમેરો થયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial