Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આહિર અગ્રણી સુરેશભાઈ વસરાની લડત અને પ્રયાસોને સફળતાઃ કંપની દ્વારા રૂ. ૩.પ કરોડ વળતર અપાયું
જામનગર તા. ૩૧ઃ જામનગર જિલ્લાના મોટી ભલસાણ ગામમાં સુઝલોન કંપની (પવનચક્કી) અને ખેડૂતો વચ્ચે ખેડૂતોને પાક વળતર, જમીન વળતર અંગે ઉગ્ર વિવાદ ચાલતો હતો. જેમાં એકાદ બે ઉગ્રતાભર્યા ઘર્ષણના કિસ્સાઓ બન્યા હતાં.
ખેડૂતોને વળતરના પ્રશ્ને સુઝલોન કંપની સામે આહિર અગ્રણી સુરેશભાઈ આહિરની આગેવાની હેઠળ ગામલોકો તથા ખેડૂતો દ્વારા લડત ચાલુ હતી. પણ ત્યારપછી સુરેશભાઈ વસરાએ કંપનીના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ તમામ વ્યાજબી માંગણીઓ રજુ કરતાં કંપનીએ ખેડૂતોને પાક વળતર તથા જમીન વળતર તેમજ ગામમાં ગૌશાળા માટે રૂ. સાડા ત્રણ કરોડની રકમ આપવા સમગ્ર વિવાદનો સુખદ અંત આવ્યો છે. તેમની મધ્યસ્થીથી થયેલા સમાધાનના કારણે ખેડૂતો અને ગામ લોકોમાં રાહત અને આનંદની લાગણી ફેલાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial