Advertisement
Author: નોબત સમાચાર

શ્રાવણિયા જુગારની જમાવટઃ ૧૦૫ સ્ત્રી-પુરૂષ ઝડપાયા

૧૮ દરોડામાં રૂપિયા ત્રણેક લાખનો મુદ્દામાલ કબજેઃ ૨૮ મહિલા પણ રમતા હતા તીનપત્તીઃ

જામનગર તા. ૩૧ઃ જામનગરના ગોલ્ડન સિટીમાં જુગાર રમતા નવ મહિલા સહિત દસ પોલીસના દરોડામાં ઝડપાયા છે. તંબોલી ભવન આવાસમાં ગંજીપાનાથી જુગાર રમતા સાત મહિલા અને ઓધવરામનગરમાંથી છ મહિલા સહિત આઠ પકડાઈ ગયા છે. જુગારના કુલ અઢાર દરોડામાં પલીસે અઠ્ઠયાવીસ મહિલા અને સિત્તોતેર શખ્સને પકડી પાડ્યા હતા. અંદાજે રૂપિયા ત્રણેક લાખની રોકડ, મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરાયો છે.

જામનગરના દિગ્જામ વુલન મીલ રોડ પર ન્યુ ઈન્દિરા કોલોનીની શેરી નં.રમાં ગઈ રાત્રે જુગાર રમાતો હોવાની બાતમી પરથી રાત્રે બે વાગ્યે સિટી સી ડિવિઝનના સ્ટાફે દરોડો પાડતા ત્યાં જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમતા મનોજ માધવજીભાઈ રાઠોડ, બચુભાઈ બાનાભાઈ ગડણ, ગિરધરભાઈ ભોજાભાઈ મકવાણા, સંજય જેઠાભાઈ ગોહિલ, વિજય કારાભાઈ રોશીયા, ભાવેશ ભીખાભાઈ મકવાણા, અમિત કેશુભાઈ ગોહિલ, વસરામ પાલાભાઈ મકવાણા નામના નવ શખ્સ મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૂ.૨૧,૬૫૦ રોકડા કબજે કર્યા છે.

ગોકુલનગરમાં દલવાડી નગરની શેરી નં.પમાં ગઈરાત્રે એક વાગ્યે પોલીસે દરોડો પાડતા ત્યાં તીનપત્તી રમતા બાબુરામ લોઢાસિંગ કુશવાહ, રાજવીર રામબિહારી કુશવાહ, અજયસિંગ મુલાયમ સિંગ કુશવાહ, મહેન્દ્રસિંગ રામબિહારી કુશવાહ, શિવ કુમાર શ્યામબાબુ કુશવાહ, ભૂપેન્દ્ર જયપાલસિંહ પરમાર નામના છ શખ્સને પોલીસે પકડી લઈ પટમાંથી રૂ.૧૧૮૮૦ કબજે લીધા છે.

જામનગરના પોલીસ હેડ કવાર્ટર પાછળ આવેલા ગોલ્ડન સિટીમાં ગઈકાલે સાંજે ગંજીપાના વડે જુગાર રમતા હિતેશ ભીખુભાઈ નાંગેશ, દક્ષાબેન રવિભાઈ જાદવ, ધીરજબા નવલસંગ જાડેજા, પ્રભાતબા દેવુભા જાડેજા, આશાબા રવિરાજ સિંહ ચુડાસમા, પૂજાબા જયેન્દ્રસિંહ જેઠવા, પ્રવીણબેન જેસીંગરાવ ગોડશે તથા ચંદ્રાબા નાનભા જેઠવા, કાંતાબેન મનસુખભાઈ વિઠ્ઠલાણી, ભારતબા વનરાજસિંહ વાઢેર નામના દસ વ્યક્તિને પોલીસે પકડી લઈ પટમાંથી રૂ.૧૨૫૧૦ કબજે લીધા છે.

ગોલ્ડન સિટી સામે આવેલા તંબોલી ભવનની એ વીંગમાં ગઈકાલે સાંજે જુગાર રમાતો હોવાની બાતમી સિટી સી ડિવિઝનના હોમદેવસિંહ, ખીમશીભાઈને મળતા પીઆઈ જે.વી. ચૌધરીની સૂચનાથી દરોડો પડાતા ત્યાં જુગાર રમી રહેલા દેવીબેન પરમાણંદ રામૈયા, શિતલબેન પ્રતીકભાઈ લીંબડ, સરલાબેન હસમુખભાઈ લીંબડ, મંજુલાબેન મહેન્દ્રગીરી ગોસાઈ, રાખીબેન હરેશભાઈ શર્મા, કિરણબેન કલ્પેશભાઈ વારંગીયા, મીનાબેન ભરતભાઈ ઉનડકટ નામના સાત મહિલા ઝડપાઈ ગયા હતા. પટમાંથી રૂ.૧૦,૨૭૦ રોકડા કબજે કરાયા છે.

જામનગરના ગોકુલનગર પાસે મયુરનગરમાં ગઈકાલે સાંજે જુગાર રમાતો હોવાની બાતમી ઉદ્યોગનગર પોલીસ ચોકીના હે.કો. નારણભાઈ, ધર્મેશ મોરી, જયપાલસિંહને મળતા પીઆઈ જે.વી. ચૌધરીની સુચના અને પીએસઆઈ આર.ડી. ગોહિલના વડપણ હેઠળ સ્ટાફે દરોડો પાડતા ત્યાં જાહેરમાં તીનપત્તી રમતા રસીલાબેન કિશોરભાઈ મકવાણા, અંજુબેન દીપકભાઈ રાઠોડ, મધુબેન ગિરધરભાઈ પરમાર, વસંતબેન જમનભાઈ પાટડીયા, કાંતાબેન ચીનાભાઈ કુનતીયા, હકુબેન રમેશભાઈ લીંબડ નામના છ મહિલા ઝડપાઈ ગયા હતા. પટમાંથી રૂ.૧૧,૬૦૦ કબજે કરાયા છે.

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૪૯માં ઓધવરામનગર પાસે ગઈકાલે સાંજે જુગાર અંગે સિટી સી ડિવિઝનના હોમદેવસિંહ, યશપાલસિંહ, હર્ષદભાઈને બાતમી મળતા ત્યાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ સ્થળે તીનપત્તી રમી રહેલા દીપક દામજીભાઈ મકવાણા, આદિત્ય જયેશભાઈ ખાણીયા, ખીચડા રૂક્ષ્મણીબેન મુળજીભાઈ, ભદ્રા પાર્વતીબેન લીલાધરભાઈ, ભગવતીબેન ધર્મેન્દ્રભાઈ હરવરા, કમળાબેન જયંતભાઈ હરવરા, હંસાબેન રાજેશભાઈ રાવલ, કોમલબેન પ્રવીણભાઈ ગજરા નામના આઠ વ્યક્તિ ઝડપાઈ ગયા હતા. પટમાંથી રૂ.૧૮૦૯૦ કબજે કરાયા છે.

જામનગરના હનુમાન ટેકરી વિસ્તારમાં સોનલનગર પાસે ગઈકાલે સાંજે જુગાર રમતા મોહિત રાજુભાઈ દેગામા, શબ્બીર અલીભાઈ ભટ્ટી, અસગર રઝાકભાઈ સાટી નામના ત્રણ શખ્સને પોલીસે પકડી પાડી પટમાંથી રૂ.૨૩૧૦ કબજે લીધા છે.

જામનગરના શંકરટેકરી વિસ્તારમાં સુભાષપરાની શેરી નં.રમાં ગઈકાલે બપોરે ઉદ્યોગ નગર પોલીસચોકીના હે.કો. મયુરસિંહ, ધર્મેશ મોરી, જયપાલસિંહની બાતમીના આધારે પીએસઆઈ આર.ડી. ગોહિલ તથા સ્ટાફે દરોડો પાડતા ત્યાંથી રોનપોલીસ રમતા ખોડુભાઈ કારાભાઈ મકવાણા, જયરાજસિંહ અશોકસિંહ જાડેજા, કમલેશ કિશોરભાઈ કમોયા, સંજય રવજીભાઈ ચૌહાણ, અમિત પ્રવીણભાઈ મસાલીયા, અરવિંદ ધીરજલાલ મજીઠીયા, રસીક બાબુભાઈ ચારોલા, વિશાલ હિતેશભાઈ વીસાવરીયા નામના આઠ શખ્સ રૂ.૧૦,૬૭૦ સાથે પકડાઈ ગયા હતા.

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નંં.૫૮ માં ક્રિષ્ના કોલોનીમાં ગઈરાત્રે સિટી એ ડિવિઝન પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડી છ મહાજન વેપારીઓને જુગાર રમતા પકડી લીધા છે. પટમાંથી રૂ.૩૧,૫૦૦ રોકડા, બે મોબાઈલ કબજે કરાયા છે.

જામનગર તાલુકાના પસાયા બેરાજા ગામમાં ગઈરાત્રે તીનપત્તી રમતા જેરામભાઈ નાથાભાઈ મોલીયા, ગોવિંદભાઈ પાંચાભાઈ ઉજડીયા, જયપાલસિંહ જીતુભા જાડેજા, અજયસિંહ જશુભા સોઢા, સલીમ યુસુફ ખીરાણી નામના પાંચ શખ્સને પંચકોશી એ ડિવિઝનના પીએસઆઈ એ.કે. પટેલ તથા જમાદાર નિર્મળસિંહ બી. જાડેજા સહિતના સ્ટાફે પકડી પાડી પટમાંથી રૂ.૧૨,૨૭૦ રોકડા તથા ચાર મોબાઈલ કબજે લીધા છે.

જામનગરના ઠેબા બાયપાસ પાસે સરદાર પાર્ક શેરી નં.૪માં ગઈરાત્રે ત્રણ વાગ્યે પોલીસે પાડેલા દરોડામાં જુગાર રમતા અશ્વિન રામજીભાઈ ગોહિલ, મહેશ રમેશભાઈ ગોહિલ, વિજય લીલાધર ધૈયડા નામના ત્રણ શખ્સ પકડાઈ ગયા હતા. રૂ.૩૩૬૦ કબજે કરાયા છે.

સરદાર પાર્કમાં જ પાડવામાં આવેલા બીજા દરોડામાં શૈલેષ રામજીભાઈ ગોહિલ, અનિલ દેવજીભાઈ ચૌહાણ, અમિત વાલાભાઈ વાઘેલા નામના ત્રણ શખ્સ જુગાર રમતા ઝડપાયા છે. પોલીસે રૂ.૩૧૫૦ કબજે કર્યા છે.

જોડિયા શહેરમાં ગઈકાલે રાત્રે જુગાર રમતા પ્રવીણસિંહ બેચુભા જાડેજા, હુસેન કાસમ છેર, જયપાલસિંહ જીતુભા જાડેજા, અજયસિંહ જશુભા સોઢા, સલીમ યુસુફ ખીરાણી નામના પાંચ શખ્સ રૂ.૧૦૭૨૦ સાથે પકડાઈ ગયા છે.

કાલાવડ તાલુકાના ખરેડી ગામમાં ગઈકાલે બપોરે તીનપત્તી રમતા સમીર નુરમામદ દલ, અસરફ ભીખાભાઈ દલ, રમેશ કુરજીભાઈ ભાલાળા, ઈકબાલ ઈબ્રાહીમ દલ, રમેશ રણછોડભાઈ ઘાડીયા, રાહિલ હબીબભાઈ દલ, ચિરાગ રસીકભાઈ ધામેચા નામના સાત શખ્સ રૂ.૧૦૬૬૦ સાથે પકડાઈ ગયા છે.

લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં ગઈકાલે બપોરે જુગાર રમતા હીરાભાઈ ગોવિંદભાઈ પરમાર, સુરેશ નારણભાઈ પરમાર, દીપક ગોવિંદભાઈ પરમાર નામના ત્રણ શખ્સને મેઘપર પોલીસે પકડી લઈ પટમાંથી રૂ.૨૬૨૦ કબજે કર્યા છે.

જામજોધપુરમાં ગઈકાલે બપોરે રોનપોલીસ રમતા ભરત વિસાભાઈ દાસા, કાયા ભોજાભાઈ મોવાણીયા, ગુલમામદ જમાલભાઈ રાવકરડા, ભાવિન મથુરાદાસ ઉદેશી, રાજેશ રામજીભાઈ કાંજિયા, સુરેશ ગિરધરભાઈ ખાંટ નામના છ શખ્સ રૂ.૭૧૫૦૦ સાથે પકડાઈ ગયા છે.

ધ્રોલમાં પડધરી નાકા પાસે ગઈકાલે રાત્રે જુગાર રમતા મનસુર યુનુસ જસરાયા, સલીમ મામદ છેર, અશોક રાજુભાઈ પલાણ, અજીઝ અલીમામદ બ્લોચ, અકરમ મામદ બ્લોચ, શાહરૂખ રઝાક ગજણ, હુસેન સુમાર લાડક નામના સાત શખ્સ રૂ.૧૫૮૫૦ સાથે પોલીસના દરોડામાં ઝડપાયા છે.

જામનગરના મસીતિયા રોડ પર શિવમ્ પાર્કના ખૂણે ગઈકાલે બપોરે તીનપત્તી રમતા અરબાઝ ફરિયાદહુસેન સીદીકી, ચમન ભોલેરામ મોર્ય તથા સાજીદ શાબીરખાન નામના ત્રણ શખ્સ પંચકોશી બી ડિવિઝન પોલીસના દરોડામાં રૂ.૫૬૭૦ સાથે પકડાઈ ગયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh