Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જમીન ધરાઈ ગઈઃ પીજીવીસીએલની ટીમ કામે લાગી
ખંભાળિયા તા. ૩૧ઃ દ્વારકા જિલ્લાના ખંભાળિયા, કલ્યાણપુર, દ્વારકા તાલુકાઓમાં ખેતરોમાં પાણીના રેચ ફૂટી ગયા છે. પાકમાંથી ઝરણા નીકળે છે. ખેતરોના પાણી ઉલેચવા ટીમો દોડતી થઈ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા, દ્વારકા, કલ્યાણપુર તાલુકામાં ૩૦ થી ૩પ ઈંચ ભારે વરસાદ પડતા તથા તેની પહેલા પણ પ૦ ઈંચ વરસાદ પડી ગયો હોય, જમીન પાણીથી ભરાઈ જતા ખેતરોમાં ઊભા પાકમાંથી જમીનમાંથી રેેચ ફૂટીને ઝરણા વહેતા થયા હતાં જેમાં ખેડૂતોના ખેતરોમાં થાંભલા, વીજ વાયરો તૂટી જતાં લાઈટ ના હોય, પાણી ઉલેચી શકાય તેવું પણ ના હોય, ખેડૂત આગેવાનો મોહનભાઈ મોકરીયા, કશ્યપભાઈ ડેર, એમ.ડી. ચોપડા, મુકેશભાઈ મોકરિયા વિગેરે દ્વારા આ મુદ્દે અગ્રણી હિતેન્દ્રભાઈ આચાર્યનું ધ્યાન દોર્યું હતું.
તેમણે રાજ્યના ઊર્જા વિભાગ તથા જમનગર પીજીવીસીએલના સુપ્રિ. ઈજનેરને રજૂઆતો કરી હતી તથા દ્વારકા જિલ્લાની ખાસ સમીક્ષા કરતા રાજ્યના પ્રભારી સચીવ દ્વારકા મુકેશ પંડ્યા દ્વારા પણ આ મુદ્દે તુરત પગલાં લેતા દ્વારકા તથા ખંભાળિયા ડિવિઝનમાં કુલ ૭પ ટીમો જે જગ્યાએ ઓછો વરસાદ કે પરેશાની ઓછી છે ત્યાંથી મંગાવીને ગઈકાલથી કામ શરૂ કરાયું છે.
રાજકોટની હેડ ઓફિસથી પણ ૧૦ ટૂકડી આવી છે. લાઈટ ચાલુ થઈ જતા ખેડૂતો પાણી ઉલેચી શકે જેથી પાકને પાણી લાગતા મોટું નુક્સાન થાય તેનાથી બચી જવાય.
અગ્રીણીઓની જાગૃતતા તથા અધિકારીઓની તુરત કામગીરી પ્રશંસાપાત્ર બની છે. રાજ્યમંત્રી મૂળુભાઈ બેરા તથા સાંસદ પૂનમબેન માડમે પણ આ બાબતે તંત્રને દોડાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial