Advertisement
Author: નોબત સમાચાર

મૈત્રીકરાર કરીને રહેતા યુવતીએ ખાઈ લીધો ગળાફાંસોઃ ભાઈએ નોંધાવી ફરિયાદ

ખંભાળિયાના શખ્સ સામે પોલીસે નોંધ્યો ગુન્હોઃ

જામનગર તા. ૩૧ઃ ખંભાળિયામાં રહેતા એક યુવતીએ ગુરૂવારે સાંજે પોતાના રહેણાંકના સ્થળે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ત્યારપછી તેણીના ભાઈએ પોતાની બહેન સાથે દોઢેક વર્ષ પહેલાં મૈત્રીકરાર કરી સાથે રહેતા શખ્સે ત્રાસ આપી તેણીને મરવા માટે મજબૂર કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ખંભાળિયા શહેરમાં આવેલી માધવ નેસ્ટ સોસાયટી પાસે વસવાટ કરતા જાનાબેન રામભાઈ ગોજીયા (ઉ.વ.૩૫) નામના યુવતીએ ગુરૂવારે સાંજે પોતાના રહેણાંકમાં કોઈ ન હતું ત્યારે અગમ્ય કારણથી ગળાફાંસો ખાઈ લીધો હતો. આ યુવતીને નીચે ઉતારી ચકાસવામાં આવતા તેણી મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. મેરામણભાઈ નારણભાઈ ચાવડાએ પોલીસને જાણ કરી છે. પોલીસે અપમૃત્યુની નોંધ કરી આ યુવતીની આત્મહત્યા પાછળનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

તે દરમિયાન કલ્યાણપુર તાલુકાના પ્રેમસર ગામના નગાભાઈ રામાભાઈ ગોજીયાએ ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ તેમના નાના બહેન જાનાબેને દોઢેક વર્ષ પહેલાં ખંભાળિયાની માધવ નેસ્ટ સોસાયટીમાં રહેતા કોન્ટ્રાક્ટર મેરામણ ચાવડા સાથે મૈત્રીકરાર કર્યા હતા. તે પછી બંને વ્યક્તિ ખંભાળિયામાં રહેતા હતા. ઉપરોક્ત સમય ગાળા દરમિયાન નાની વાતોમાં મેરામણે ઝઘડા શરૂ કર્યા હતા અને જાનાબેનને માનસિક તથા શારીરિક ત્રાસ આપી તેણીને મરી જવા માટે દુષ્પ્રેરણા આપી હતી અને તેના કારણે ગુરૂવારે સાંજે નગાભાઈના બહેન જાનાબેને ગળાફાંસો ખાઈ આત્મહત્યા વ્હોરી લીધી છે.

ઉપરોક્ત ફરિયાદ પરથી પોલીસે બીએનએસની કલમ ૧૦૮ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh