Advertisement
Author: નોબત સમાચાર

ભારે વરસાદના કારણે થયેલી નુકસાનીના મોનિટરીંગ માટે ખાસ વીજ અધિકારી મૂકાયા

કવર્ડ વીજવાયરો બદલવાની કામગીરી વેગવંતીઃ

જામનગર તા. ૩૧ઃ જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસેલા ભારે મેઘ અને ફૂંકાયેલા પવનના વીજ માળખાને થયેલી ક્ષતિના અનુસંધાને મોનિટરીંગ માટે રાજકોટ કચેરીથી એક અધિકારીને મોનિટરીંગ માટે નિમવામાં આવ્યા છે. તેઓના વડપણ હેઠળ બંને જિલ્લામાં વીજ પુરવઠો જલ્દીથી જલ્દી શરૂ કરવા માટે કામગીરી કરાઈ રહી છે. ખુલ્લા વીજવાયરોને પણ કવર્ડ વીજવાયરમાં બદલાઈ રહ્યા છે.

જામનગર સહિતના જિલ્લાઓમાં લોપ્રેસરથી સર્જાયેલી મોન્સુન સિસ્ટમથી જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિ ભારે વરસાદ પડ્યો છે અને પવન ફૂંકાવાના કારણે વીજ વિતરણ કરતા માળખાને ક્ષતિ પહોંચી છે. ત્યારે પીજીવીસીએલ રજીસ્ટર્ડ અને નિગમીત કચેરી-રાજકોટ થી મેને. ડાયરેક્ટર પ્રીતિ શર્મા (આઈપી એન્ડ ટીએએફએસ) ના માર્ગદર્શન હેઠળ મુખ્ય ઈજનેર આર.જે. વાળાને જામનગર પીજીવીસીએલમાં મોનિટરીંગ અર્થે નિમણૂક આપવામાં આવી છે.

મુખ્ય ઈજનેર (પ્રોજેક્ટ) એવા આ અધિકારીએ જામનગર તથા દ્વારકા જિલ્લાના વીજ કંપનીના અધિકારીઓ તેમજ કર્મચારીઓ સાથે બેઠક યોજી હાલની પરિસ્થિતિને પહોંચી વળવા માર્ગદર્શન આપ્યું હતું અને બંને જિલ્લામાં જલ્દીથી જલ્દી વીજ પુરવઠો પૂર્વવત બને તે માટે શરૂ થયેલી કામગીરીને વેગ અપાવ્યો હતો.

તે ઉપરાંત જામનગર વીજ કચેરી દ્વારા આરડીએસએસ હેઠળના ભારે દબાણના ખુલ્લા વીજવાયરોને મીડિયમ વોલ્ટેજ કવર્ડ કંડકટર્સ (એમવીસીસી) માં બદલવાનું શરૂ કરાયું છે. ૧૧ કેવી વીજ ફીડરોના ખુલ્લા વીજવાયરોને એમવીસીસી હેઠળ પ્રસ્થાપિત કરવાની કામગીરી પુરજોશમાં ચલાવાઈ રહી છે. તેથી વીજ ગ્રાહકોને કાયમી ધોરણે વિના વીજવિક્ષેપે સાતત્યસભર વીજ પુરવઠો આપવાનું આયોજન છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh