Advertisement
Author: નોબત સમાચાર

યાત્રાધામ દ્વારકામાં વરસાદે વિરામ લેતા જનજીવન ધબકયુંઃ યાત્રિકોનો ઈન્તેજાર

તંત્ર વામણું પુરવાર થયુંઃ પોલીસની પ્રશંસનિય સેવા

દ્વારકા તા. ૩૧ઃ જન્માષ્ટમી પર્વથી જ સતત પડી રહેલા ભારે વરસાદ તથા પૂરની સ્થિતિમાં પરિવહન ખોરવાઈ જતાં દ્વારકામાં દર્શનાર્થીઓ યાત્રિકોની સંખ્યા નહીંવત રહી હતી, હવે વરાપ નીકળ્યા પછી જનજીવન પુનઃ ધબકતુ થયું છે અને પરિવહન પૂર્ણ થયે શરૂ થયા પછી ફરીથી યાત્રિકો ઉમટશે તેમ જણાય છે.

આજે વહેલી સવારથી દ્વારકામાં વરસાદે વિરામ લેતા ધીમે ધીમે હવે શહેરના વિસ્તારોમાંથી પાણી ઓસરવા લાગ્યા અને જનજીવન વ્યવહાર પૂર્ણ શરૂ થયો છે. વહીવટી તંત્રની કામગીરીને કારણે કયાંક સવાલો ઊભા થયા છે તો પોલીસ વિભાગની કામગીરીની ખાસ નોંધ લેવાઈ છે.

શહેરના હાઈ-વે માર્ગ ઉપર ખોડિયાર ચેક પોસ્ટ ઉપર પોલીસે કરેલી ખૂબ જ કામગીરી નોંધનીય રહી છે. જિલ્લા પોલીસવાળા નિતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ દ્વારકાના પીઆઈ તુષાર પટેલ અને પીએસઆઈ સુવા સહિતના પોલીસ સ્ટાફે કરેલી કામગીરીની દ્વારકાવાસીઓએ નોંધ લીધી છે. આ માર્ગ ઉપર પાણી પરિવર્તન લોકો ફસાયા હતા જેને ટેકટર મારફતે પોલીસ દ્વારા રેસ્કયૂ કરવામાં આવ્યું હતું. બે કિલોમીટર સુધીનો હાઈવે માર્ગ ઉપર ગોમતી નદી સમુદ્ર અને વરસાદી પાણીનો ત્રિવેણી સંગમ ઊભો થતા સમગ્ર હાઈવે ડૂબી ગયો હતો અને વાહન વ્યવહાર અને ગામ ગ્રામજનોની અવરજવર અટકી ગઈ હતી. જેને લઈને પોલીસે ખૂબ જ કામગીરી સરળ કરી લોકોનું રેસ્કયૂ કર્યું હતું.

આજે ફરીથી દ્વારકામાં યાત્રિકોની એન્ટ્રી થાય તેવું જણાઈ રહ્યું છે. દ્વારકાધીશ મંદિરમાં પણ ફરીથી મનોરથો અને ધ્વજાજીના મનોરથો આનંદ અને ઉત્સાહ અને રંગે ચંગે શરૂ થયા છે અને શહેરનો જન વ્યવહાર ધીમે ધીમે શરૂ થઈ રહ્યો છે. શહેરના માર્ગો ઉપર લોકો નીકળી રહ્યા છે. આજે દ્વારકાથી ઉપડનારી તમામ ટ્રેનો રેલવે ટ્રેક ઉપર મરામત થઈ જતાં આજે ફરીથી તમામ ટ્રેનોની શરૂઆત થશે તેમજ એસટીનો વાહન વ્યવહાર પણ શરૂ થવાની શકયતાઓ હોવાથી યાત્રાધામ દ્વારકા હવે પુનઃ ધમધમવા લાગશે, તેમ જણાય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh