Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બીમારીના કારણે વિધાનસભાના ચૂંટણી પ્રચારમાંથી ખસી ગયેલા
નવી દિલ્હી તા. ૩૧ઃ કોંગ્રેસમાંથી છૂટા પડીને સ્વતંત્ર પાર્ટી રચનાર ગુલામનબી આઝાદને ઝટકો લાગ્યો છે, અને ચાર ઉમેદવારોએ ચૂંટણીનું મેદાન છોડી દીધું છે.
જમ્મુ અને કાશ્મીરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદની ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીના ૧૦ ઉમેદવારોમાંથી ચાર ઉમેદવારોએ પોતાનું નામ પાછું ખેંચી લીધું છે.
હકીકતમાં થોડા દિવસો પહેલા આઝાદે નાદુરસ્ત તબિયતના કારણે ચૂંટણી પ્રચારથી દૂરી લીધી હતી. તેમણે કહ્યું હતું કે ઉમેદવારો તેમના નામ પાછા ખેંચવા માટે સ્વતંત્ર છે. રપ ઓગસ્ટની રાત્રે છાતીમાં દુઃખાવો થતા તેઓ ર૬ ઓગસ્ટે દિલ્હીમાં એઈમ્સમાં દાખલ થઈ ગયા હતાં. ત્યારપછી બે દિવસ પહેલા ગુલામ નબી આઝાદે ખરાબ તબિયતનું કારણ આપીને વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં ભાગ ન લઈ શકવાની જાહેરાત કરી હતી.
તેમણે ચૂંટણી લડવાનો નિર્ણય ઉમેદવારો પર છોડી દીધો હતો. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે આઝાદ બે-ત્રણ દિવસ માટે કાશ્મીર આવી શકે છે, પરંતુ ચૂંટણી પ્રચારમાં ભાગ લઈ શકશે નહીં. આઝાદે બે વર્ષ પહેલા કોંગ્રેસ છોડીને અલગ પાર્ટી બનાવી હતી. તેમણે લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારો ઊભા રાખ્યા હતાં, પરંતુ સારૂ પ્રદર્શન કરી શક્યા ન હતા. ત્યારથી તેમના કોંગ્રેસમાં પાછા ફરવાની અટકળો ચાલતી હતી, પરંતુ આઝાદે તેનો ઈન્કાર કર્યો હતો અને ઉમેદવારોની જાહેરાત કરી હતી.
પાર્ટીના ઉપાધ્યક્ષ જી.એમ. સરોરીએ પહેલેથી જ કિશ્તવાડની ઈન્દરવાલ બેઠક પરથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે. આઝાદે કહ્યું કે, 'મને અફસોસ છે કે હું મારી પાર્ટીના ઉમેદવારોનો પ્રચાર કરી શકીશ નહીં'. તેમજ તેમણે ચૂંટણી લડવાનો નિર્ણય ઉમેદવારો પર છોડતા કહ્યું હતું કે, 'જો તમે ઈચ્છો તો ઉમેદવારીમાંથી તમારૂ નામ પાછું ખેંચી શકો છો.'
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની ર૪ બેઠકો પર નામાંકન પરત ખેંચવાના છેલ્લા દિવસે રપ ઉમેદવારો ચૂંટણી મેદાનમાંથી ખસી ગયા હતાં. હવે માત્ર ર૧૯ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. પ્રથમ તબક્કામાં દક્ષિણ કાશ્મીરના ચાર જિલ્લા અનંતનાગ, કુલગામ, શોપિયા અને પુલવામાની ૧૬ વિધાનસભા મતવિસ્તારો અને જમ્મુ પ્રાંતના રામબન, ડોડા અને કિશ્તવા૦ની ૮ વિધાનસભા બેઠકો પર ૧૮ સપ્ટેમ્બરે મતદાન થવાનું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial