Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર જિલ્લામાં વરસાદી પાણી ઓસરતા
જામનગર તા. ૩૧ઃ વરસાદી સ્થિતિનો ચિતાર આપતા જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યાએ જણાવ્યું છેકે, જામનગર જિલ્લામાં છેલ્લા પાંચ દિવસમાં પડેલ અનરાધાર વરસાદના કારણે જનજીવનને અસર પહોંચી છે. ઠેર ઠેર પાણીનો ભરાવો થતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે જિલ્લા વહીવટી તંત્રએ પણ રાત-દિવસ એક કરી લોકોને ઓછામાં ઓછી હાલાકી પડે તેની કાળજી લીધી હતી. યુદ્ધના ધોરણે રેસ્ક્યુ તથા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરીને પ્રાથમિક્તા આપવામાં આવી હતી અને તેથી જ જિલ્લામાં માત્ર પ દિવસમાં અંદાજીત ૪૦ થી પ૦ ઈંચ જેટલો વરસાદ વરસવા છતાં જામનગરની ઓછામાં ઓછી નુક્સાની થવા પામી છે. હાલ વરસાદ બંધ થયો છે અને વરસાદી પાણી ઓસર્યા છે ત્યારે જિલ્લામાં સાફ-સફાઈ, આરોગ્ય, માર્ગ-મરામત સહિતની કામગીરી તાકીદે યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવશે તેમ પણ કલેક્ટરે ઉમેર્યું હતું.
વધુમાં કલેક્ટરે આવી પડેલ કુદરતી આફતના સમયે વહીવટી તંત્ર સાથે ખભેખભો મીલાવી સહયોગ આપનાર સ્વૈચ્છિક સંસ્થાઓ, સ્વયંસેવકો, વિવિધ સરકારી વિભાગો તથા મીડિયાને પણ બિરદાવતા જણાવ્યું કે, ફૂડ પેકેટ, રેસ્ક્યુ, આશ્રય સહિતની કામગીરીમાં સૌએ સ્વૈચછિક રીતે આગળ આવી ભારતીય સંસ્કૃતિની 'વસુધૈવ કુટુંબકમ્'ની પરંપરાના દર્શન કરાવ્યા જે ખરેખર કાબીલેદાદ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial