Advertisement
Author: નોબત સમાચાર

રાષ્ટ્રીય પોષણ માસની દેશવ્યાપી ઉજવણીનો ગાંધીનગરથી કેન્દ્રિય મંત્રી અને મુખ્યમંત્રી ભૂ૫ેન્દ્ર પટેલની હાજરીમાં પ્રારંભ

આખો સપ્ટેમ્બર મહિનો વિવિધ પ્રવૃત્તિઓ-કાર્યક્રમોથી ધમધમશેઃ

ગાંધીનગર તા. ૩૧ઃ ગાંધીનગરથી રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણીનો પ્રારંભ થયો છે. આખા સપ્ટેમ્બર મહિનામાં વિવિધ કાર્યક્રમો તથા પ્રવૃત્તિઓ દેશભરમાં યોજાશે.

ગાંધીનગરથી રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણીનો દેશવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો છે. ગાંધીનગરમાં ૭ મા રાષ્ટ્રીય પોષણ માહ ઉજવણીનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. જેમાં કેન્દ્રિય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતાં.

૧ થી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન દેશભરમાં સાતમા રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરવામાં આવશે. કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા વર્ષ ર૦૧૭-૧૮ થી દર વર્ષે ભારતભરમાં સપ્ટેમ્બર માસને 'રાષ્ટ્રીય પોષણ માહ' તરીકે ઉજવવામાં આવે છે. અન્નપ્રાશન, સગર્ભા, ધાત્રી માતા અને કિશોરીઓને પોષણ બાસ્કેટ વિતરણ કરાશે. વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ પણ કરાશે. પોષણ માહ અંતર્ગત દેશભરમાં પોષણ આધારીત વિવિધ થીમ પર અનેકવિધ કાર્યક્રમો યોજાશે.

ગુજરાત કૃષિ વિજ્ઞાન મંડળ આયોજિત 'અમૃતકાળમાં કૃષિ પેદાશોના પ્રોસેસીંગનું મહત્ત્વ' વિષય પર અમદાવાદમાં સેમિનાર યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે મુખ્યમંત્રીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, મનુષ્યનો સ્વભાવ છે કે સમજાવે તો સમજે નહીં, કહેવાય છે કે વાર્યાના વળે એ હાર્ય વળે છે. પીએમ મોદી પાસે દૂરનું વિઝન છે. પ્રાકૃતિક ખેતી દેશવ્યાપી કેવી રીતે વધે તેની મુહિમ ચલાવી છે. આજના ગ્રેજ્યુએટ યુવાઓ જોડાય ખેતીમાં તો તેનું રિઝલ્ટ હળે જ છે. રસાયણના કારણે જમીન ખરાબ થઈ છે તેને સુધારવા માટે પ્રાકૃતિક ખેતી સિવાય બીજો કોઈ રસ્તો નથી. પ્રાકૃતિક ખેતીમાં લીડ લઈ કેવી રીતે આગળ વધી શકાય તેના માટે પ્રયાસ કરી રહ્યા છીએ. રસાયણથી થતી ખેતીમાં અનેક વખત એવા રિપોર્ટ આવ્યા છે કે જે ઉગે છે તેમાં પોષણ જ નથી. આપણી સંસકૃતિ છે કે આપણે જે કરીએ તેમાં બીજાનું સારૂ કેવી રીતે જોવું બાળકો માટે એક બેલેન્સ અને સારો બિઝનેસ મૂકીને જઈએ છીએ. આપણે પ્રાકૃતિક ખેતી પણ બાળકો માટે તૈયાર કરવાની છે. પ્રાકૃતિક વસ્તુઓ મળી છે પણ તેનો ઉપયોગ ના કરી શક્યા. આપણે હમણા જોયું આખા ગુજરાતમાં વરસાદ છે. હવે તમે કોને કોને બચાવવા જાવ સારૂ છે કે આ સ્થિતિમાં બધા સાથે રહ્યા છીએ. વરસાદની પેટર્ન બદલાઈ ગઈ છે, જ્યાં પડે ત્યાં એકધારો વરસાદ પડે છે. ગરમી પણ એવી રીતે પડે જ છે. 'એક પેડ માં કે નામ' એ ગ્લોબલ વોર્મિંગમાંથી નીકળવાનો માર્ગ છે. પાણીનો ઉપયોગ પણ એટલો જ કર્યો છે, જેટલું મળે તેને બચાવવાની વ્યવસ્થા કરવી પડે. આખા દેશમાં અમૃત સરોવર થયા છે. દરેક જિલ્લામાં આપણે ૭પ સરોવર બનાવ્યા છે અને પાણી બચાવવાનો પ્રયાસ કરી    રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh