Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાંચ દિવસ માટે પાસપોર્ટ સેવા બંધઃ
નવી દિલ્હી તા. ૩૧ઃ નવું પાસપોર્ટ બનાવવા જઈ રહ્યા હોવ તો આ તમારા માટે અત્યંત કામના સમાચાર છે. હવે પાસપોર્ટ બનાવવા માટે આગામી પ દિવસ કોઈ અપેઈન્ટમેન્ટ નહીં મળે. ર૯ ઓગસ્ટના રાતના ૮ વાગ્યાથી ર સપ્ટેમ્બરની સવાર સુધી સમગ્ર દેશમાં પાસપોર્ટ વિભાગનું પોર્ટલ બંધ રહેશે. અગાઉથી નક્કી અપોઈન્ટમેન્ટ પણ તેના પછીના કોઈ સમયે રીશેડ્યુલ થઈ જશે.
જો તમે પહેલા પાસપોર્ટ માટે અરજી કરી દીધી છે અને તમને ૩૦ ઓગસ્ટથી ર સપ્ટેમ્બર વચ્ચેની કોઈ અપોઈન્ટમેન્ટ મળી હોય તો તેને કોઈ અન્ય તારીખ માટે રીશેડ્યુલ કરવી પડશે. એટલા માટે દિલ્હી સહિત દેશભરમાં અરજદારોએ હેરાનગતિનો સામનો કરવડી પડી શકે છે. આ સમયગાળા દરમિયાન નવા પાસપોર્ટ માટે અરજી પણ નહીં કરી શકાય.
પાસપોર્ટ વિભાગે આપેલી માહિતી મુજબ ટેકનિકલ કારણોસર પાંચ દિવસ માટે આ પોર્ટલ કામ નહીં કરી શકે જેના લીધે પાસપોર્ટ સેવા કેન્દ્ર, ક્ષેત્રિય પાસપોર્ટ કાર્યાલય, અરજદારોના પોલીસ વેરિફિકેશન અને વિદેશ મંત્રાલયના કામકાજને પણ અસર થશે. પાસપોર્ટ વભાગે ઘણાં સમય પહેલા પાસપોર્ટ માટે ઓનલાઈન અપોઈન્ટમેન્ટ લેનારા અરજદારોને આ માહિતી મોકલી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial