Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા અને જામનગરના દર્દીઓને ૩૩ વર્ષથી માનદ્દ સેવા આપતા વૈદ્ય ડી.પી. મહેતાને બિરદાવ્યા

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પત્ર લખીને

જામનગર તા. ૩૧ઃ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વૈદ્ય ડી.પી. મહેતાની દ્વારકા અને જામનગરના દર્દીઓની છેલ્લા ૩૩ વર્ષથી કરેલી માનદ્દ સેવાને બીરદાવીને પત્ર દ્વારા પ્રશંસા કરી છે.

મુખ્યમંત્રીએ વૈદ્ય ડી.પી. મહેતાને ઉદ્દેશીને લખ્યું છે કે, દર્દી દેવો ભવઃ સૂત્રને ચરિતાર્થ કરતાં આપના માદરેવતન દ્વારકા તેમજ કાર્યક્ષેત્ર એવા જામનગરના દર્દીઓને છેલ્લા ૩૩ વર્ષોથી માનદસેવા પૂરી પાડીને આયુર્વેદ ઉપચાર કરવાના આપના સેવાભાવ અંગે જાણી આનંદ સહ ગર્વની અનુભૂતિ થઈ. અભિનંદન.

બદલાતી ઋતુ અનુસાર આહાર, આચાર અને ઔષધ અંગે જાહેર જનતાને ઋતુગત રોગ અંગે માહિતી પૂરી પાડવાના ઉદ્દેશ સાથે આપના દ્વારા માહિતીસભર લેખ અને પત્રિકાઓ બહાર પાડવા તેમજ નિઃશુલ્ક નિદાન-સારવાર કેમ્પ યોજવા જેવા કાર્યો ખરેખર બિરદાવવા લાયક છે. તેમાં આપના પુત્રને પણ વૈદ્ય તરીકેની સેવાઓમાં જોતરવાનો નિર્ણય આવકાર્ય છે.

પ્રાચીન યુગથી સમગ્ર વિશ્વને મહર્ષિ ધન્વંતરિએ આયુર્વેદરૂપી મહામૂલી ભેટ ધરી છે. કૃત્રિમ રસાયણોના અતિરેકથી થતી આડ-અસરોને ધ્યાને લઈને માનવે કુદરતી સંસાધનો તરફ મીટ માંડી. ભારતમાતાની અમીધરા પર પાંગરી રહેલી વનસ્પતિના બીજ, પર્ણ, ફૂલ, વૃક્ષોના થડ, છાલ અને મૂળ તથા ખનીજ, જળ જેવા કુદરતી સંસાધનોથી નિર્મિત આયુર્વેદ પ્રત્યેક માટે આશીર્વાદ બન્યું. આવી ઔષધના વૈવિધ્યપૂર્ણ ઉપયોગથી માંદગી, શારીરિક તકલીફોમાં રાહત મળે છે તે બાબતથી સમગ્ર વિશ્વ વાકેફ છે. વળી, આવી ઔષધની આડ અસર કે એસપાયરી હોતી નથી. સ્વાશ્રયી જીવનના આ મશાલને આગળ ધપાવતા ભવિષ્યમાં પણ આપ જનતાને આરોગ્યપ્રદ જીવનપદ્ધતિ અપનાવવા પ્રેરિત કરતા રહો અને દર્દીઓના ઉદ્ધારના સત્કાર્યોમાં સફળતા પામો તેવી શુભેચ્છા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh