Advertisement
Author: નોબત સમાચાર

આર્મીનું હેલિકોપ્ટર ખીણમાં પટકાતા ક્રેશ

એમ.આઈ. ૧૭થી લટકાવીને રિપેરીંગ માટે લઈ જવાતું

દહેરાદુન તા. ૩૧ઃ આર્મીના એમઆઈ-૧૭થી એરલિફટ કરી લઈ જવાતું ચોપર ક્રેશ થયું હતું. ખામીયુકત ચો૫રને સમારકામ માટે એરફોર્સના એમઆઈ-૧૭થી લટકાવીને ગૌચર એરસ્ટ્રીપ પર લઈ જવામાં આવી રહ્યું હતું, ત્યારે આ વિચિત્ર ઘટના બની હતી.

ર૪ મે ર૦ર૪ના લેન્ડિંગ દરમિયાન ટેકિનકલ ખામી સર્જાઈ હતી. ર૪ મે, ર૦ર૪ ના લેન્ડિંગ દરમિયાન ટેકનિકલ ખામીને કારણે જે હેલિકોપ્ટરને ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. તે આજે સવારે ક્રેશ થયું હતું. ચોપરને રિપેર કરવાના હેતુથી એરફોર્સના એમઆઈ-૧૭ હેલિકોપ્ટરની મદદથી ચોપરને લટકાવીને ગૌચર એરસ્ટ્રીપ પર પહોંચાડવામાં આવી રહ્યું હતું.

આ દરમિયાન એમઆઈ-૧૭ સરકવાનું શરૂ થયું. ખતરાની જાણ થતાં પાયલોટે ખાલી જગ્યાને ચોપરને ખીણમાં છોડી દીધું હતું. જિલ્લા પ્રવાસન અધિકારી રાહુલ ચૌબેએ જણાવ્યું હતું કે ક્રિસ્ટલ એવિએશન કંપનીમાં ર૪ મે, ર૦ર૪ ના ટેકિનકલ ખામી સર્જાઈ હતી પાયલટની સતર્કતાને કારણે ચોપરનું કેદારનાથ હેલિપેડથી થોડે દૂર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. પાયલોટની બુદ્ધિમત્તાના કારણે ચોપરમાં સવાર તમામ મુસાફરોનું સુરક્ષિત ઉતરાણ થયું હતું.

પર્યટન અધિકારીએ જણાવ્યું કે આ બગડેલા ચોપરને શનિવારે રિપેર કરાવવા માટે ગૌચર એરસ્ટ્રીપ પર લઈ જવાની યોજના હતી, જે મુજબ ક્રિસ્ટલ એવિએશનની ચોપરને એરફોર્સના એમઆઈ-૧૭ હેલિકોપ્ટરથી લટકાવીને લગભગ ૭ વાગ્યે ગૌચર લઈ જવામાં આવનાર હતું.

થોડે દૂર પહોંચતાની સાથે જ હેલિકોપ્ટરના વજન અને પવનની અસરને કારણે એમઆઈ-૧૭એ પોતાનું સંતુલન ગુમાવવાનું શરૂ કર્યું હતું, જેના કારણે થરું કેમ્પની નજીક પહોંચ્યા પછી હેલિકોપ્ટરને એમઆઈ-૧૭ પરથી નીચે ઉતારવું પડ્યું ચોપરમાં કોઈ મુસાફરો કે સાધનો ન હતાં. માહિતી મળતા જ રેસ્કયુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ટીમ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહી છે. તેમણે તમામ લોકોને ચોપર ક્રેશમાં કોઈ જાનહાનિ અંગે અફવા ન ફેલાવવાની અપીલ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh