Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચેલા ગામની સોસાયટીઓ અંગે રજૂઆત માટે ગયા પછી
જામનગર તા. ૩૧ઃ જામનગર જિલ્લા પંચાયત કચેરીમાં ગઈકાલે રજૂઆત માટે આવેલા ચેલા ગામની ચાર સોસાયટીના રહીશો પૈકીના એક યુવાને ડીડીઓ કચેરીની બહાર કોઈ ઝેરી પ્રવાહી પી લેતા તેને સારવાર માટે ૧૦૮માં જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો છે.
જામનગર તાલુકાના ચેલા ગામમાં આવેલી ગોકુલધામ, પ્રણામી, દ્વારકેશ અને શિવમ્ સોસાયટીમાં વસવાટ કરતા લોકો માટે નદીમાંથી આવવા જવાનો કોઝ-વે હતો તે તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે તૂટી ગયો છે. તે ઉપરાંત વીજ થાંભલા પણ ધસી પડ્યા છે.
કોઝ-વે તૂટી જવાના કારણે આ સોસાયટીના રહેવાસીએ ઘરમાંથી બહાર નીકળવું દુષ્કર બની રહે છે ત્યારે આ મુશ્કેલી અંગે ગઈકાલે રજૂઆત કરવા માટે કેટલાક વ્યક્તિઓ જામનગરના લાલબંગલા પાસે આવેલી જિલ્લા પંચાયત કચેરીમાં જિલ્લા વિકાસ અધિકારી પાસે આવ્યા હતા. તે કચેરી નજીક પહોંચ્યા પછી કચેરીની બહાર જ વિપુલ ડાભી નામના એક વ્યક્તિએ કોઈ ઝેરી પ્રવાહીની સાથે રાખેલી શીશી બહાર કાઢી મોઢે માંડી લેતા દોડધામ મચી હતી. આ યુવાનને ઝેરી અસર થવા લાગી હતી. તેના પગલે દોડી આવેલી ૧૦૮માં જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ યુવાનની હાલમાં તબીયત સ્થિર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial