Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભૂગર્ભ ગટરના પાણી ભરાયેલા રહેતા
ખંભાળીયા તા. ૩૦ઃ ખંભાળીયામાં રામનાથ સોસાયટી પાસે મહાદેવ વાડા જ્યાં ૧૦૦ વર્ષથી પણ જુના આઠેક શિવ મંદિરો આવેલા છે. આ વિસ્તારમાં વિદ્યાશંકર મહાદેવ પાસે ભૂગર્ભ ગટરમાં પૂરના પાણીમાં કચરો ફસાઈ જતાં ત્યાં ૧૦૦ મીટર વિસ્તારમાં પાણી ભરાતા ગટરમાં ગંદા પાણીમાંથી શિવભકતોએ નીકળવું પડે અને ચાલીને નીકળાય નહીં તેવી સ્થિતિ થતાં આ બાબતે આ વિસ્તારના પાલિકા સદસ્યા તથા પૂર્વ કારોબારી ચેરમેન હિનાબેન આચાર્યએ પાલિકા તંત્રને ફરિયાદ કરી હતી પણ બે દિવસથી કામ ના થતાં જિલ્લા તંત્રને કહેતા તંત્ર દોડયું હતું.
આ પ્રશ્ને પાલિકાના સેનેટરી ઈન્સ્પેકટર તથા સ્ટાફે પાણીનો નિકાલ કરવા અને ત્યાં પડેલો કચરો ઉપાડવાની કામગીરી કરતા ભકતોમાં રાહત ફેલાઈ છે.
આ વિસ્તારમાં શ્રાવણ માસમાં સવારે પૂજા કરવા માટે પણ મોટી સંખ્યામાં ભાવિકો આવતા હોય ત્રણ દિવસ ગટરના પાણી રહેતા લોકોમાં તંત્ર પ્રત્યે કચવાટ સાથે રોષની લાગણી પણ ફેલાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial