Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના પ્રભારીમંત્રી મૂળુભાઈ બેરાએ અતિવૃષ્ટિની પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી

સાંસદ પૂનમબેન માડમ, પ્રભારી સચિવ અનુપમ આનંદ તથા

જામનગર તા. ૩૧ઃ જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિના લીધે સર્જાયેલી પરિસ્થિતિ અંગે પ્રભારી મંત્રી મૂળુભાઈબેરાએ કલેક્ટર કચેરીમાં સમીક્ષાબેઠક યોજી હતી, અને પાણીના પ્રવાહમાં ફસાયેલા લોકોનું આર્મી, એરફોર્સ, એસડીઆરએફની ટીમની મદદથી રેસ્ક્યુ કરવા તેમજ અસરગ્રસ્ત લોકોને ફૂડ પેકેટ પહોંચાડવાની કામગીરીની સમીક્ષા કરાઈ હતી.

જામનગર જિલ્લામાં પીજીવીસીએલ, માર્ગ અને મકાન વિભાગ, એસટી વિભાગ, મત્સ્યોદ્યોગ, આરોગ્ય વિભાગ, સિંચાઈ વિભાગ દ્વારા તેમજ જામનગરશહેરમાં થઈ રહેલ કામગીરીનો તાગ મેળવી ઝીરો કેજવ્યુલિટીના એપ્રોચથી કામગીરી કરવા મંત્રીએ સૂચન કર્યા હતાં. સમીક્ષા બેઠકમાં જિલ્લાના પ્રભારી સચિવ અનુપમ આનંદ તથા સાંસદ પૂનમબેન માડમે ઉપસ્થિત રહી વહીવટી તંત્ર દ્વારા કરાઈ રહેલ કામગીરી અંગે મંત્રી સાથે પરામર્શ કર્યો હતો.

જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી મૂળુભાઈ બેરાએ જામનગર કલેક્ટર કચેરીમાં પ્રભારી સચિવ અનુપમ આનંદ અને સાંસદ પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં જિલ્લામાં અતિવૃષ્ટિના પરિણામે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા કલેક્ટર બી.કે. પંડ્યા તથા વિવિધ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

આ બેઠકમાં મંત્રી મૂળુભાઈ બેરાએ પાણીના પ્રવાહમાં ફસાયેલા લોકોનું આર્મી, એરફોર્સ, એસડીઆરએફની ટીમની મદદથી રેસ્ક્યુ કરવા તેમજ અસરગ્રસ્ત લોકોને ફૂડ પેકેટ પહોંચાડવા માટે જણાવ્યું હતું તેમજ જામનગર શહેર અને જિલ્લાની હાલની પરિસ્થિતિ અંગે અધિકારીઓ પાસેથી જરૂરી વિગતો મેળવી હતી. જેમાં માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના હાલ બે રસ્તાઓ જેમાં જામનગર-લાલપુર-પોરબંદર અને જામનગર-સમાણા-ફૂલનાથ રોડ બંધ છે. માર્ગ અને મકાન વિભાગ પંચાયતના ૪૮ રસ્તાઓ ઓવર ટોપિંગના લીધે બંધ છે.

આ બેઠકમાં અપાયેલી માહિતી મુજબ માછીમારી કરવા ગયેલ ૧૯૭ બોટ પૈકી ૧૧ર માછીમારો સાથેની ર૦ બોટ અન્ય બંદરો પર સલામત સ્થળે છે અને બાકીની બોટો પરત ફરી ગઈ છે. અન્ય કોઈ નુક્સાની સર્જાઈ નથી. જામનગર જિલ્લાના ૩૩પ જેટલા ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો છે. ૧૯ જેટલા ફિડરો સલામતીના ભાગરૂપે બંધ રાખવામાં આવ્યા છે. પીજીવીસીએલની ર૦૦ જેટલી ટીમો હાલ વીજપુરવઠો પૂર્વવત કરવામાં કામે લાગી છે.

આરોગ્ય વિભાગ દ્વારા ૩૦ જેટલી સગર્ભાઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જી.જી. હોસ્પિટલમાં પણ ઈમરજન્સીની સ્થિતિને પહોંચી વળવા માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જામનગર શહેરમાં નિચાણવાળા વિસ્તારોમાં અનેક જગ્યાઓ પર પાણી ભરાયા હોવાથી લોકોને ફૂડ પેકેટ આપવાની અને રેસ્ક્યુની કામગીરી ફાયર વિભાગ, એનડીઆરએફ, આર્મી અને પોીસ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.

મંત્રી મૂળુભાઈ બેરાએ બેઠકમાં ઉપસ્થિત તમામ પદાધિકારીઓ, અધિકારીને સૂચનાઓ આપતા જણાવ્યું હતું કે, લોકોની સલામતી અને સુરક્ષા એ આપણી જવાબદારી છે. માટે સૌએ આયોજન સો આ કુદરતી આફતમાં ઝીરો કેઝ્યુલિટીના એપ્રોચ સાથે સતર્કતા અને તત્પર રહી કામગીરી કરવી જોઈએ.

આ બેઠકમાં મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, કમિશનર ડી.એન. મોદી, ધારાસભ્ય શ્રીમતી રિવાબા જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, અગ્રણી રમેશભાઈ મુંગરા, અધિક નિવાસી કલેક્ટર બી.એન. ખેર, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, અગ્રણીઓ, પ્રાંત અધિકારીઓ વગેરે ઉપસ્થિત હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh