Advertisement
Author: નોબત સમાચાર

પૂરના પ્રવાહમાં તણાઈ ગયેલા મૃતકના પરિજનોને પ્રભારીમંત્રીએ આપી સાંત્વના

જામજોધ૫ુર તાલુકાના ઝીણાવારીમાં રહેતા અને

જામનગર તા. ૩૧ઃ જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિના પરિણામે તમામ ડેમ ઓવરફલો થઈ જવાથી નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતાં. ત્યારે જામજોધપુર તાલુકાના ઝીણાવારીના પરબતભાઈ પાથર (ઉ.વ. પપ) નામના વ્યક્તિ બે દિવસ પહેલા મોડી રાત્રે પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતાં. જેનો મૃતદેહ તા. ૩૦-ઓગસ્ટના નદી કિનારા પાસથી ઝાળીઓમાંથી મળી આવેલ છે.

આ ઘટના અંગે જાણ થતા જ કેબિનેટમંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી મૂળુભાઈ બેરા મૃતકના પરિવારજનોને મળ્યા હતાં અને સાંત્વના પાઠવી હતી.

વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પોતાનું પરિજન ગુમાવવાની ખોટની તુલના કોઈની સાપેક્ષે ન થાય. આ કપરી પરિસ્થિતિમાં તેઓને મદદરૂપ થવા અને મૃતકના પરિવારને મળવાપાત્ર આર્થિક સહાય તાત્કાલિક ચૂકવવા અધિકારીઓને સૂચન કર્યુ હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh