Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુપ્રિમ કોર્ટની સ્થાપનાને ૭પ વર્ષ પૂરા થતાં વડાપ્રધાને વિશેષ ટપાલ ટિકિટ તથા સિક્કો બહાર પાડ્યો
નવી દિલ્હી તા. ૩૧ઃ સુપ્રિમ કોર્ટના ૭પ વર્ષ પૂર્ણ થતાં પીએમ મોદીએ આજે પોસ્ટેજ સ્ટેમ્પ તથા સિક્કો બહાર પાડ્યા હતાં. દિલ્હીમાં જિલ્લા ન્યાયતંત્રની બે દિવસીય રાષ્ટ્રીય પરિષદનું આયોજન થયું છે. જેનું પીએમ મોદીએ ઉદ્ધાટન કર્યું હતું, અને પ્રાસંગિક ઉદ્બોધનમાં ન્યાયતંત્ર તથા સુપ્રિમકોર્ટની ભારોભાર પ્રશંસા કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જિલ્લા ન્યાયતંત્રની બે દિવસીય રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ધાટન કર્યું છે. આ કોન્ફરન્સનું આયોજન સુપ્રિમ કોર્ટ દ્વારા દિલ્હી સ્થિત ભારત મંડપમમાં કરવામાં આવ્યું છે. આ અવસર પર પીએમ મોદી સુપ્રિમ કોર્ટની સ્થાપનાના ૭પ વર્ષની સ્મૃતિમાં ટપાલ ટિકિટ અને સિક્કા બહાર પાડયા છે.
ભારતના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ર દિવસમાં ૬ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લા ન્યાયતંત્રને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. તે જ સમયે રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ ૧ લી સપ્ટેમ્બરે તેના સમાપન પર સંમેલનને સંબોધિત કરશે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ મુર્મુ સુપ્રિમ કોર્ટના ધ્છજ અને ચિન્હનું પણ અનાવરણ કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, હું વિશ્વાસ સાથે કહી શકું છું કે એસસી એ અમારી સંસ્થામાં જે વિશ્વાસ છે તેને જાળવી રાખ્યો છે, કટોકટીના અંધકારભર્યા સમયગાળામાં પણ, સુપ્રિમ કોર્ટે અમારા મૂળભૂત અધિકારોની ખાતરી આપી હતી અને દરેક વખતે અડીખમ રહ્યું છે. રાષ્ટ્રીય હિતનો પ્રશ્ન, સર્વોચ્ચ અદાલતે હંમેશાં રાષ્ટ્રીય અખંડિતતાની રક્ષા કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારતની જનતાએ કયારેય ભારતીય ન્યાયતંત્ર અને સર્વોચ્ચ અદાલત પર અવિશ્વાસ કર્યો નથી. તેથી સુપ્રિમ કોર્ટના ૭પ વર્ષ લોકશાહી માતા તરીકે ભારતનું ગૌરવ વધારે છે. હું વિશ્વાસ સાથે કહી શકું છું કે એસસી એ અમારી સંસ્થા પરના વિશ્વાસને જાળવી રાખ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial