Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લીલો ચરો નહીં મળતા મુંગા જીવો પર આફત
ખંભાળીયા તા. ૩૧ઃ સતત વરસાદી વાતાવરણથી ખંભાળીયા પંથકમાં પાંચ દિવસથી લીલો ચરો ના મળતા પશુઓ મુશ્કેલીમાં હોઈ, લોકોને મદદરૂપ થવા અપીલ કરાઈ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળીયામાં ૧પ૦૦ થી ર૦૦૦ જેટલા ગૌવંશ રખડતા હોય જેને રામનાથ સોસાયટી, રામનાથ મંદિર પાસે ગાયત્રીનગર, સલાયા ગેઈટ સહિતના વિસ્તારોમાં તથા શહેરના અનેક વિસ્તારોમાં માનવતાવાદી લોકો તથા સેવાભાવી કાર્યકરો અશોકભાઈ દાવડા રોજ નિયમિત રીતે બે-ચાર મણ ચરો લીલો નાખતા હોય છે.
દરરોજ આવી રીતે સેવાભાવીઓ દ્વારા મોટા પ્રમાણમાં લીલો ચરો નાખવામાં આવતા આ પશુઓને ખોરાક મળતો હતો પરંતુ સતત વરસાદ પડતા પાંચેક દિવસથી લીલો ચરો ખેતરમાંથી કાઢી ના શકાતા ચરો બજારમાં વેચવા ના આવતા સેવાભાવીઓ દ્વારા ચરો ના નાખી શકાતા રોજ બે-ત્રણ વખત ચરો પડતો હોય તેવા સ્થળે પશુઓની સ્થિતિ વિકટ બની છે.
દ્વારકા જિલ્લાના એનજીઓ એનિમલ લવર્સ ગ્રુપ, એનિમલ કેર્સ ગ્રુપ, પાંજરાપોળ તથા માનવતાવાદી કાર્યકરો, અશોકભાઈ ભટ્ટ, સુધીરભાઈ પંડ્યા, દેસુરભાઈ ધમા, હિતેન્દ્રભાઈ આચાર્ય, રમેશભાઈ દાવડા, અશોકભાઈ સોલંકી, ડો. સાગર ભૂત વિગેરે દ્વારા રખડતા નિરાધાર પશુઓને ખાવા માટે કોઈ રીતે મદદરૂપ થવા લોકોને અપીલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ખંભાળીયા, કલ્યાણપુર, ભાણવડમાં તથા દ્વારકા વિસ્તારમાં અનેક પશુઓને ઠંડી વરસાદ તથા ખોરાક ના મળતા મૃત્યુ થયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial