Advertisement
Author: નોબત સમાચાર

રાજ્યના ર૦૬ માંથી ૧૦૮ જળાશયો છલોછલ ભરાઈ જતા હાઈએલર્ટ પર મૂકાયા

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ ૮પ ટકાથી વધુ ભરાયો

અમદાવાદ તા. ૩૧ઃ આ વર્ષે ગુજરાતમાં ચોમાસા દરમિયાન ર૦૬ માંથી ૧૦૮ જળાશયો સપૂર્ણ ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે ગત્ વર્ષે આજની તારીખે થયેલા જળસંગ્રહથી ૪ ટકા વધું સંગ્રહ થઈ ચૂક્યો હોવાનું બહાર આવ્યું છે.

રાજ્યમાં મેઘરાજાની મહેરના પરિણામે ર૦૬ જળાશયોમાંથી ૧૦૮ જળાશયો સંપૂર્ણ એટલે કે ૧૦૦ ટકા જ્યારે ૪૪ જળાશયો-ડેમ ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ સિવાય રાજ્યના ર૦ ડેમ પ૦ ટકાથી ૭૦ ટકા ભરાતા એલર્ટ અપાયું છે, જ્યારે રર ડેમ રપ થી પ૦ ટકા વચ્ચે તેમજ ૧ર ડેમ રપ ટકાથી ઓછા ભરાયા છે.

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં ર,૮૬,૩૮૭ એમ.સી. એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૮પ ટકા જળસંગ્રહ નોંધાયો છે, જ્યારે રાજ્યના અન્ય ર૦૬ જળાશયોમાં ૪,૩ર,પ૦૭ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૭૭.ર૧ ટકા જેટલો જળસંગ્રહ નોંધાયોછે. આમ કુલ ર૦૭ જળાશયોમાં ૮૦ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે તેમ જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.

આજે સવારે ૮ કલાકના અહેવાલ મુજબ રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરિણામે સૌથી વધુ સરદાર સરોવર યોજનામાં ૧.૮૬ લાખ ક્યુસેક પાણીની આવક સામે ૧.૭૮ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જ્યારે ઉકાઈમાં ૬ર હજાર ક્યુસેક પાણીની આવક સામે ૪૬ હજારની જાવક, વણાકબોરી જળાશયમાં ર૬ હજાર ક્યુસેક પાણીની આવક સામે ર૬ હજારની જાવક, કડાણામાં ર૧ હજાર ક્યુસેક પાણીની આવક સામે ર૦ હજારની જાવક તેમજ ભાદર-ર મા ૧૬ હજાર ક્યુસેક પાણીની આવક સામે ૧૬ હજાર ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે.

આ ઉપરાંત સૌથી વધુ મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૯૭ ટકા, કચ્છના ર૦ જળાશયોમાં ૮૭ ટકા, સૌરાષ્ટ્રના ૧૪૧ મા ૮૧ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ મા ૭૭ ટકા, જ્યારે ઉત્તર ગુજરાતના ૧પ જળાશયોમાં ૪૮ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. આમ સરદાર સરોવર સહિત ર૦૭ જળાશયોમાં અત્યાર સુધીમાં ૮૦ ટકાથી વધુ પાણીનો જથ્થો સંગ્રહાયો છે. ગત્ વર્ષે આ સમયે આ ર૦૭ જળાશયોમાં ૭૬ ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો હતો તેમ જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.

આમ ચોમાસા દરમિયાન રાજ્યના ર૦૬ માંથી ૧૦૮ જળાશયો સંપૂર્ણ ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh