Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સંઘના ચેરમેન ધીરજલાલ કારીયાના અધ્યક્ષસ્થાને
જામનગર તા. ૩૧ઃ જામનગર સહકારી ઉદ્યોગનગર સંઘની ૬૪મી વાર્ષિક સાધારણ સભા સંઘના ચેરમેન ધીરજલાલ કારીયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. તેમણે સૌનું સ્વાગત કર્યુ હતું. આ સભામાં આમંત્રિતો તરીકે મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, સ્થાયી સમિતીના ચેરમેન નિલેશભાઈ કગથરા, જિલ્લા સહકારી બેંકના ચેરમેન જીતુભાઈ લાલ, કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલા, સુભાષભાઈ જોષી વિગેરે હાજર રહ્યાં હતાં. આ ઉપરાંત સંઘના વાઈસ ચેરમેન પીએનઆર વિજયન, મંત્રી મનસુખભાઈ આકોલા, ખજાનચી જતીનભાઈ મહેતા, કારોબારી સભ્યો જયરામભાઈ ગણાત્રા, અરવિંદભાઈ મહેતા, મનસુરઅલી જાહેરઅલી, સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં. સભાસદોના પ્રશ્નોના ઉત્તર ચેરમેને આપ્યા હતાં. ખજાનચી જતીનભાઈ મહેતાએ વાર્ષિક હિસાબો રજૂ કર્યા હતાં. જીતુભાઈ લાલે પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું. મેયરે તમામ પ્રાથમિક સુવિધાઓ આપવાની ખાત્રી આપી હતી. સંઘના મંત્રી મનસુખભાઈ આકોલાએ આભારદર્શન અને સંચાલન મેનેજર ધીરજભાઈ નકુમે કર્યુ હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial