Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખીજડા મંદિરથી સંતો-શ્રેષ્ઠીઓના હસ્તે પ્રસ્થાનઃ ભવ્ય સ્વાગતઃ ર૦ થી વધુ ફલોટ્સઃ ૧૨ સ્થળે ગોવિંદાએ મટકી ફોડી
જામનગર તા. ૩૧ઃ જામનગરમાં સૌ પ્રથમવાર મેઘરાજાની બેટિંગ વચ્ચે કૃષ્ણ ભક્તો ૨૦થી વધુ ફ્લોટ્સો સાથે નીકળેલી સાર્વજનિક શોભાયાત્રામાં જોડાયા હતા. અને ઠેર-ઠેર હવાઈ ચોકથી લઇ સમગ્ર રૂટ દરમિયાન ૧૨થી વધુ જગ્યાએ મટકી ફોડ અને સાર્વજનિક શોભાયાત્રા નું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.
જામનગરમાં નીકળેલી ૧૮મી શ્રીકૃષ્ણ જન્માષ્ટમી ની સાર્વજનિક શોભાયાત્રાના પ્રારંભે શ્રી ૫ નવતનપુરી ધામ ખીજડા મંદિરના શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માંચાર્ય ૧૦૮ શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ .શ્રી ૧૦૮ લક્ષ્મણદેવજી મહારાજ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા, વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ભરતભાઈ મોદી, વિભાગ અધ્યક્ષ ભરતભાઈ ડાંગરીયા, જિલ્લા અધ્યક્ષ વિજયભાઈ બાબરીયા, જામનગર મહાનગરપાલિકાના દંડક કેતનભાઇ નાખવા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મનીષભાઈ કનખરા, ભીખુભાઈ વારોતરીયા, ડી.જી.પી. જમનભાઈ ભંડેરી સહિતના મહાનુભાવોના હસ્તે સુપ્રસિદ્ધ ભાગવત કથાકાર પ્રહ્લાદ શાસ્ત્રીજીએ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ભગવાન શ્રીકૃષ્ણનું પૂજન અર્ચન કરી વિશિષ્ટ રથમાં વાજતે-ગાજતે પ્રસ્થાન કરાવ્યું હતું. વરસતા વરસાદ વચ્ચે પણ શ્રીકૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા સમિતિના કોર સમિતિના પ્રો. દિલીપભાઈ આશર, કિંજલભાઈ કારસરીયા, ભરતભાઈ ડાંગરિયા, ભીમશીભાઈ પિઠીયા, કિશનભાઇ વસરા, હેમતસિંહ જાડેજા, મુકેશભાઈ પટેલ સહિતની ટીમના અથાગ પ્રયત્ન બાદ ૨૦થી વધુ ધાર્મિક ફ્લોટ્સમાં લોકોએ ભક્તિ સાથે સ્વયંભૂ કૃષ્ણમયી બની શોભાયાત્રામાં જોડાયા હતા.
જામનગરમાં કૃષ્ણ જન્માષ્ટમીના અવસરે વરસાદી મહેર વચ્ચે શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રાના ખાસ તૈયાર કરાયેલા મુખ્ય રથમાં ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિમાની શાસ્ત્રોક્ત વિધિથી ઉપસ્થિત સંતો મહંતો અને અગ્રણીઓ દ્વારા પૂજા અર્ચના કરાવી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. અને ખીજડા મંદિરથી શોભાયાત્રા નું વિધિવત પ્રસ્થાન થયા બાદ હવાઈ ચોકમાં ધર્મ ધજા લહેરાવી મટકી ફોડ બાદ આ શોભાયાત્રામાં સમેલિત ૨૦થી વધુ વિવિધ ધાર્મિક ફ્લોટસ સાથે જામનગરના રાજમાર્ગો પર જોવા મળ્યા હતા.
જામનગરમાં વરસતા વરસાદમાં નીકળેલી ૧૮મી શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રામાં શ્રી ૫ નવતનપુરી ધામ-ખીજડા મંદિર ટ્રસ્ટ, શ્રી આણદાબાવા સેવા સંસ્થા, મોટી હવેલી- વ્રજ વલ્લભ સોશિયલ ગ્રુપ, શ્રી ગાયત્રી શક્તિ પીઠ, ખોડલધામ, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ- નાઘેડી, વિશ્વ હિન્દુ પરિષદ - બજરંગ દળ, ઓમ યુવક મંડળ, પ્રણામી ગ્લોબલ સ્કૂલ, હેમંતભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રસ્ટ, હરિદાસ (બાબુભાઈ) જીવણદાસ લાલ ચેરીટેબલ ટ્રસ્ટ, ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, લેઉવા પટેલ સેવા સમાજ, સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો ઓપરેટીવ સોસાયટી, આહીર સમાજ, ઋષિરાજ એન્ટરપ્રાઇઝ (પ્રદીપસિંહ વાળા) સહિતની સંસ્થાઓ પ્રતિનિધિઓ દ્વારા પોતાના ધાર્મિક ફ્લોટસો સાથે શોભાયાત્રામાં જોડાયા હતા.
શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રા ખીજડા મંદિરેથી પ્રસ્થાન કરી હવાઈ ચોક પહોંચી જ્યાં ધર્મ ધજા લહેરાવામાં આવી હતી અને હવાઈ ચોક મિત્ર મંડળના મનીષભાઈ કનખરા અને તેની ટીમ દ્વારા સ્વાગત કરી મટકી ફોડ કરવામાં આવ્યું હતું. ત્યાંથી ચાકડા મંદિર પીપળેશ્વર મિત્ર મંડળ દ્વારા મટકી ફોડ કરાયું હતું, ત્યાંથી સેન્ટ્રલ બેન્ક વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા મટકી ફોડ કરાયું હતું. ત્યાંથી બર્ધન ચોક અને દરબારગઢ વિસ્તારમાં સિંધી વેપારી મંડળના કમલેશભાઈ, ભોલાભાઈ અને સિંધી વેપારી એસોસિએશન દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરી અને ડ્રાયફ્રુટવાળા દૂધની પ્રસાદ વિતરણ કરવામાં આવી હતી. ત્યાંથી દરબાર ગઢ વિસ્તારમાં પણ મટકી ફોડ નો કાર્યક્રમ યોજાયો હતો, બાદમાં ચાંદી બજારમાં જામનગર વેપારી મહામંડળના સુરેશભાઈ તન્ના અને તેમની ટીમ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરી ભક્તોને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો. ત્યાંથી ગણેશ ફળી- પ્રાણનાથ મેડી મંદિર પાસે સાર્વજનિક શોભાયાત્રા નું સ્વાગત કરવામાં આવ્યું હતું અને જ્યાં પણ મટકીફોડ કરવામાં આવ્યું હતું. ત્યાંથી શોભાયાત્રા પ્રસ્થાન કરી સજુબા સ્કૂલ વિસ્તારમાં પહોંચી જ્યાં પણ મટકી ફોડ કરાયું.ત્યાંથી પંજાબ નેશનલ બેંક પાસે પુરબીયા રાજપુત સમાજ દ્વારા મટકી ફોડ, પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું. ત્યાંથી વેસ્ટ ઇન્ડિયા, ખાદી ભંડાર પાસે યુવા અગ્રણી દેવેનભાઈ જોશી અને તેની ટીમ દ્વારા મટકી ફોડ તેમજ શોભાયાત્રા ના સ્વાગત પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉપરાંત સ્વામિનારાયણ મંદિર પાસે પરમાનંદ સ્ટીલ પાસે પૂ. શ્રી ગુરૂ સુખરામદાસ મસંદ (રોહડીવાળા) મંદિર, સિંધી સમાજના અગ્રણીઓ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું અને પ્રસાદ વિતરણ કરાયું. ત્યાંથી બેડી ગેઈટ વિસ્તારમાં શોભાયાત્રા પહોંચી ત્યાં સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી ચતુર્ભુજદાસજી મહારાજ દ્વારા સ્વાગત કરાયું હતું ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સંજીતભાઈ નાખવા, ઉત્સવભાઈ પંડ્યા અને તેની ટીમ દ્વારા આયોજિત મટકી ફોડ થયું. ત્યાંથી પંચેશ્વર ટાવર પાસે ગોપાલક યુવા સંગઠનના કમલેશભાઈ ભરવાડ અને તેની ટીમ દ્વારા મટકી ફોડ કરવામાં આવી. ત્યારબાદ ભંગાર બજાર તરફ જતા કંદોઈની વાડી પાસે, ગિરનારી પાન પાસે ઉમેશભાઈ અને તેની ટીમ દ્વારા મટકી ફોડ નો કાર્યક્રમ યોજાયો હતો.
શ્રી કૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા સમિતિ દ્વારા વિવિધ સંસ્થાઓના સંકલનથી શ્રીકૃષ્ણ જન્મની સાર્વજનિક શોભાયાત્રા સંપન્ન થઈ. જ્યાં શોભાયાત્રામાં સંમેલિત ધર્મ પ્રેમીઓ રાસ ગરબા યોજી શ્રી કૃષ્ણ ભક્તિના રંગે રંગાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial