Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મંગળવારે પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતાઃ
જામનગર તા. ૩૧ઃ જામજોધપુરના ઝીણાવારી ગામના એક પ્રૌઢ ગયા મંગળવારે વરસેલા ભારે વરસાદ વચ્ચે વર્તુ નદીના પુલ પરથી પસાર થતાં હતા ત્યારે અચાનક પાણીનો પ્રવાહ વધી જતાં તણાઈ ગયા હતા. તેઓનો મૃતદેહ ગઈકાલે પાણીના વહેણમાંથી મળી આવ્યો છે.
જામજોધપુર તાલુકાના ઝીણાવારી ગામમાં રહેતા સગર પરબતભાઈ રામાભાઈ પાથર (ઉ.વ.૫૦) નામના પ્રૌઢ ઝીણાવારી ગામ પાસે આવેલા રબારીકા ગામ નજીક વર્તુ નદીના પુલ પરથી મંગળવારે બ૫ોરે પસાર થતાં હતા ત્યારે અચાનક જ પુલ પર પાણીનો પ્રવાહ વધી જતાં પરબતભાઈ તેમાં તણાઈ ગયા હતા. પુલના બંને છેડે હાજર લોકોએ તે દૃશ્ય નિહાળ્યા પછી પરબતભાઈને પાણીમાંથી શોધી કાઢવાની જહેમત શરૂ કરી હતી.
તે દરમિયાન ગઈકાલે બપોરે પરબતભાઈનો મૃતદેહ પાણીના વહેણમાંથી મળી આવ્યો છે. તેમના પુત્ર રોહિતભાઈ પાથરે પોલીસને વાકેફ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial