Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પિંડ તારક ક્ષેત્રે વર્ષોની ૫રંપરા મુજબ
ભાટિયા તા. ૩૧ઃ ભાટિયા નજીક આવેલ પિંડારા ગામે પ્રસિદ્ધ પિંડ તારક ક્ષેત્રે વર્ષોની પરંપરા અને પાંડવોના સમયથી દર વર્ષ શ્રાવણ માસની અમાસના દિને પિંડારા ગ્રામ પંચાયત દ્વારા મલ્લકુસ્તી મેળો યોજવામાં આવે છે.
આગામી સોમવાર અને અમાસના દિવસે આ મેળો યોજાશે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચાર તાલુકાઓ કલ્યાણપુર, ભાણવડ, દ્વારકા અને ખંભાલીયા ઉપરાંત જામનગર અને પોરબંદર જિલ્લાના મલ્લો પણ આ મલ્લ કુસ્તી મેળામાં ભાગ લઈ અને પોતાના કાંડાનું કૌવત બતાવે છે.
મેળો સવારે ૭ વાગ્યાથી બપોરના ૧ર વાગ્યા સુધી યોજાશે, અને પિંડારા ગ્રામ પંચાયત દ્વારા ચા-પાણીની વ્યવસ્થા કરાઈ છે. તેમ મેળાના સંચાલક પિંડારા ગ્રામ પંચાયતના દેવાતભાઈ લગારીયાએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial