Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાના ર૭ રસ્તાઓ પૂર્વવતઃ હજુ ૧૯ અને સ્ટેટ હસ્તકના બે રસ્તા બંધ

માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના

જામનગર તા. ૩૧ઃ જામનગરમાં થયેલ અતિવૃષ્ટિના પરિણામે અનેક રસ્તાઓ બંધ હતાં જે પૈકી માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના ૪૬ રસ્તાઓ બંક હતાં, જેમાંથી ર૭ રસ્તાઓ શરૂ કરી દેવામાં આવ્યા છે. હજુ પણ ૧૯ રસ્તાઓ બંધ છે.

ઓવર ટોપિંગના પરિણામે માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના ૧૯ રસ્તાઓ જેમાં નાની માટલી, મોટી માટલી રોડ, જામનગર, ધ્રોળ, સુમરા, પિપરટોડા રોડ. જામનગર, કાલાવડ, રવસિયા, હંસ્થળ, રામપર રોડ. જામનગર, કાલાવડ, મોરીદડ, દડવી રોડ. જામનગર, કાલાવડ, કાલમેઘડા, અનીડા રોડ. જામનગર, કાલાવડ, નાની વાવડી, લક્ષ્મીપુર, ગોલણિયા, જામનગર, કાલાવડ, છતર, મોટી વાવડી, નવાગામ, જામનગર, નારણપુર, નાઘુના રોડ. જામનગર, જામજોધપુર, બુટાવદર, સંગચીરોડા, મોટી ભરડ, કલ્યાણપુર, શેઠવડાળા રોડ. જામનગર, લાલપુર, મુરીલા મેમાણા, વડપાંચસરા રોડ. જામનગર, કાલાવડ ડેરી શ્રીજીનગર રોડ. જામનગર, જોડિયા, મોરાણા, ભેંસદડ રોડ. જામનગર, ધ્રોળ, જાલિયા, સુમરા રોડ.જામનગર નવા નાગના, જુના નાગના રોડ, જામનગર, જોડિયા, મોરાણા, મેઘપર, જસાપર રોડ. જામનગર, લાલપુર, મોડપર, જસાપર રોડ. જામનગર, લાલપુર, પીપડી ટુ સર પી એન રોડ. જામનગર, ધ્રોળ, જાલિયા, સુમરા રોડ. જામનગર, ધ્રોળ, જાલિયા, વંથલી રોડ બંધ છે. જે રસ્તાઓ પરથી પાણી ઉતર્યા પછી ચાલુ થશે.

સ્ટેટ હસ્તકના બે રસ્તાઓ જેમાં જોડિયા તાલુકાનો દૂધઈ, ભીમકટા, જામનગર, રજીણતપર, બાલંભા અને જામજોધપુર તાલુકાનો મહિકી, સતાપર, વાંસજાળિયા, તરસાઈ રોડ બંધ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh