Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારે વરસાદના કારણે નુક્સાનઃ કમિશનરે યોગ્ય નિર્ણય લેવાની આપી હૈયાધારણાઃ
જામનગરના પ્રદર્શન મેદાન અને નદીના પટ્ટમાં મેળાનું આયોજન થયું હતું, પરંતુ ભારે વરસાદના કારણે મહત્ત્વના દિવસોનો મેળો રદ્ થયો હતો. આથી મનોરંજક રાઈડ અને સ્ટોલધારકોને ભારે નુક્સાન થયું હોય, તેમને વળતર આપવા માંગણી કરવામાં આવી છે. તા. ર૦ ઓગસ્ટથી ૩ સપ્ટેમ્બર સુધીના ૧પ દિવસના શ્રાવણી મેળાનું બે સ્થળોએ આયોજન થયું હતું. ધંધાર્થીઓએ ટેન્ડર ભરીને રમકડા, ખાણી-પીણીના સ્ટોલ, આઈસ્ક્રીમ, પોપકર્નના સ્ટોલ ઊભા કર્યા હતાં, પરંતુ નિયતસમય કરતા મેળો ત્રણ દિવસ મોડો શરૂ થયો હતો. ઉપરાંત સાતમ-આઠમના તહેવારોમાં ભારે વરસાદ થતા મેળો બંધ કરવામાં આવ્યો હતો, જે આજ સુધી બંધ રખાયો છે. મેળાધાકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી છે. આથી સ્ટોલધારકોએ ભરપાઈકરેલ રકમ પરત આપવામાં આવે તેમજ આર્થિક નુક્સાન થવા પામી હોવાથી વળતર ચૂકવવામાં ઓ તેવી માગણી પ્રદર્શન મેદાનના ધંધાર્થીઓ કિશનભાઈ રાઠોડ વગેરે દ્વારા મ્યુનિ. કમિશનર સમક્ષ કરવામાં આવી છે. રંગમતિ નદીના પટ્ટના ધંધાર્થીઓ સુમરિયા મહેંદી હશનભાઈ વગેરે ધંધાર્થીઓ દ્વારા પણ મ્યુનિ. કમિશનરને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે કે લાખોના ભાડા સહિતના ખર્ચાઓ કરીને રાઈડ્ઝ લગાવાઈ હતી, પરંતુ વરસાદ થતા મેો રદ્ કરાયો હતો. પરિણામે રાઈડ્ઝ સંચાલકોને લાખો રૂપિયાનું નુકંસાન થયું છે. અનેક શાઈડ્ઝનો માલસામાન પૂરમાં તણાઈ ગયો છે. આથી ટેન્ડરથી રકમ પરત આપવમાં આવે તેમજ આર્થિક વળતર ચૂકવવામાં આવે તે જરૂરી છે. બન્ને મેળાના ધંધાર્થીઓ રેલી સ્વરૂપે જામનગર મહાનગરપાલિકાની કચેરીએ પહોંચ્યા હતાં, અને મ્યુનિ. કમિશનર સમક્ષ તેમજ મેયર સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી હતી તેના પ્રત્યુત્તરમાં મ્યુનિ. કમિશનર દ્વારા દરેક મેળાના ધંધાર્થીઓએ મહાનગરપાલિકાની કચેરીમાં ભરેલી ટેન્ડરની અને ડિપોઝિટની રકમ પરત આપવાની હૈયાધારણા અપાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial