Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહિલા સહિત ચાર સામે કરાઈ ફરિયાદઃ
જામનગર તા. ૧૨: કલ્યાણપુરના નંદાણા ગામના એક ખેડૂતે પોતાના ખેતર પાસેથી પસાર થવાની ના પાડતા સોમવારે સાંજે તેમના પર એક મહિલા સહિત ચારે કુહાડા-ઢીકાપાટુથી હુમલો કરી માર માર્યાે હતો. ખેડૂતને હેમરેજ તથા ફ્રેક્ચર થઈ ગયા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામમાં રહેતા કુંભાભાઈ વેજાણંદભાઈ ચાવડા નામના પાંસઠ વર્ષના ખેડૂતના ખેતરના રસ્તા પરથી શેઢાપાડોશી ભીમશીભાઈ રાજશીભાઈ ચાવડા વગેરે વ્યક્તિઓ પસાર થતા હોવાથી તેઓને કુંભાભાઈએ ના પાડી હતી.
આ બાબતથી ઉશ્કેરાયેલા ભીમશીભાઈ તેમજ રાજશીભાઈ અરજણભાઈ ચાવડા, વજશીભાઈ અરજણભાઈ, જાનાબેન રાજશીભાઈ ચાવડાએ સોમવારે સાંજે કુંભાભાઈને ગાળો ભાંડી ઢીકાપાટુથી માર માર્યાે હતો. જ્યારે ભીમશીભાઈએ માથામાં કુહાડો ઝીંકી દીધો હતો. હેમરેજ, ફ્રેક્ચર સહિતની ઈજા પામેલા કુંભાભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાંથી તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial