Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાકીની ૧૧ ગ્રામ પંચાયતની રર જૂને ચૂંટણી યોજાશેઃ
ધ્રોળ તા. ૧રઃ ધ્રોળ તાલુકાની ર૩ ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ છે. આ તમામ ૧ર ગ્રામ પંચાયતમાં સરપંચ તથા સભ્યોની પસંદગી સર્વસંમતિથી બિનહરિફ થઈ છે. બાકીની ૧૧ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે.
ધ્રોળ તાલુકાની ૮ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરિફ જાહેર થઈ છે. જેમાં ખાખરામાં ગીતાબા જાડેજા, ડાંગરામાં શક્તિસિંહ જાડેજા, જાબીડામાં હરદેવસિંહ જાડેજા, ગઢડામાં કુસુમબા જાડેજા, નાના ગરેડિયામાં ભવાનભાઈ મકવાણા, હાડાટોડામાં વિરમદેવસિંહ જાડેજા, હરિપરમાં રામજીભાઈ મુંગરા તથા દેડકદડમાં કાંતિભાઈ મકવાણા સરપંચ તરીકે બિનહરિફ ચૂંટાયા છે, જ્યારે અંસતઃ બિનહરિફ ગામોમાં નાના વાગુદળ, મોટા વાગુદળ, ખારવા અને પીપરટોડાનો સમાવેશ થાય છે.
ધ્રોળ તાલુકાના હજામચોરા, ભેંસદડ, નથુવડલા, જાયવા, રાજપર, રોજિયા, જાલિયા માનસર, ખીજડિયા, ખેંગારકા, મોટા ગરેડિયા તથા માજોઠ એમ ૧૧ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial