Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સફાઈ કામદારોમાં શોકની લાગણી
ખંભાળિયા તા. ૧૨: ખંભાળિયા પૂર્વ વાલ્મિકી સમાજ પ્રમુખ શામજીભાઈ વાઘેલાનું હૃદયરોગ હુમલામાં નિધન થતા સફાઈ કામદારોમાં શોકની લાગણી ફેલાઈ છે.
ખંભાળિયા પાલિકાના પૂર્વ સફાઈ કામદાર તથા યુનિયન અગ્રણી તથા ખંભાળિયા વાલ્મિકી સમાજના પૂર્વ પ્રમુખ શામજી કારા વાઘેલા ઉ.વ. ૬૫નું આજે સવારે હૃદયરોગના હુમલામાં મૃત્યુ થતાં ખંભાળિયા સફાઈ કામદારો તથા વાલ્મિકી સમાજમાં ભારે શોકની લાગણી છવાઈ હતી.
આજે સવારે રાબેતા મુજબ શામજીભાઈ તેમના પત્ની સફાઈ કર્મી હોય તેમને વોર્ડમાં બુલેટ બાઈક પર ઉતારીને સફાઈ કામે જતા હતા અને ત્યાંથી નીકળી બુલેટ ચાલુ કરવા જતાં હૃદયરોગનો હુમલો આવતા પડી જતાં લોકો ભેગા થઈ ગયા હતા તથા તાકીદે ખંભાળિયા હોસ્પિટલે પહોંચાડતા ફરજ પરના તબીબે તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતાં.
બનાવની જાણ થતાં ખંભાળિયા સફાઈ કાર્ય આગેવાનો તથા રાજ્ય સફાઈ કર્મી મહામંડળના મહામંત્રી રમેશભાઈ વાઘેલા હોસ્પિટલે દોડી ગયા હતાં.
મૃતક શામજીભાઈ એક પુત્રીના પિતા હતા તથા તે પુત્રી પણ તેમની સાથે જ ખંભાળિયા રહેતી હતી. ઢગલાબંધ સોનું પહેરવાના શોખીન આ વાલ્મિકી સમાજના પૂર્વ પ્રમુખના અવસાનથી સમાજમાં શોકની લાગણી ફેલાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial