Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમદાવાદમાં રજીસ્ટ્રેશન કરાવી ધોલેરા સ્માર્ટસિટીના નામે રોકાણના બહાને સંખ્યાબંધ લોકોના નાણા ખંખેર્યાઃ રૂ. ૨૭૦૦ કરોડના મનીલોન્ડરીંગનો કેસ
નવી દિલ્હી તા. ૧૨: નેકસા એવરગ્રીન કંપનીના ૨૪ સ્થળે દિલ્હી ગુજરાત, રાજસ્થાનમાં ઈડીએ દરોડા પાડયા છે. આ દરોડા રૂ. ૨૭૦૦ કરોડના મની લોન્ડરિંગના કેસના સંદર્ભે પડયા હોવાનું બહાર આવ્યું છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની ટીમો ગુરુવાર સવારથી રાજસ્થાન, ગુજરાત અને દિલ્હીમાં લગભગ ૨૪ સ્થળે દરોડા પાડી રહી છે. તપાસ એજન્સીનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, આ લગભગ ૨૭૦૦ કરોડ રૂૂપિયાનો મની લોન્ડરિંગ કેસ છે. આ દરોડા રાજસ્થાનના સિકર, જયપુર, જોધપુર, ઝુનઝુનુ, ગુજરાતના અમદાવાદ અને દિલ્હીમાં પાડવામાં આવી રહૃાા છે.
મળતી માહિતી મુજબ, આ દરોડા નેક્સા એવરગ્રીન નામના પ્રોજેક્ટમાં છેતરપિંડીની તપાસ સાથે સંબંધિત છે. પ્રોજેક્ટમાં રોકાણ કરનારાઓને કંપની દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે તેમને ચોક્કસ સમયગાળા પછી ફ્લેટ, જમીન અથવા ઊંચા દરે તેમના પૈસા પાછા મળશે.
આ કેસમાં રાજસ્થાન પોલીસે ઘણા લોકો સામે એફઆઈઆર પણ દાખલ કરી હતી. મની લોન્ડરિંગ એક્ટ હેઠળ સર્ચ-ઓપરેશન હાથ ધરવામાં આવી રહૃાું છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, તાજેતરમાં હાથ ધરવામાં આવેલા દરોડા દરમિયાન આ મામલામાં મોટા પાયે નાણાકીય અનિયમિતતાઓ સામે આવી છે. આ કાર્યવાહી દરમિયાન અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે.આ દરોડામાં મળેલી માહિતીના આધારે ઘણા મોટા આરોપીઓની બેનામી સંપત્તિઓ શોધી કાઢવાની દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેનાથી આ કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.
નેક્સા એવરગ્રીન કંપનીનું રજિસ્ટ્રેશન અમદાવાદમાં ૧૭ એપ્રિલ ૨૦૨૧ના રોજ થયું હતું. રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ, અમદાવાદના રેકોર્ડ્સથી ખબર પડે છે કે આ કંપની રિયલ એસ્ટેટ એક્ટિવિટી માટે રજિસ્ટર્ડ કરવામાં આવી હતી.આ કંપનીના માલિક સુભાષ બિજારણિયા અને રણવીર બિજારણિયા સીકરના પનલાવા રહેવાસી છે. આ કંપની ગુજરાતમાં ધોલેરા સ્માર્ટ સિટી પ્રોજેક્ટના નામે લોકો પાસેથી રોકાણના બહાને પૈસા એકઠા કરી રહી હતી. કંપનીમાં બનવારી મહરિયા, ઉપેન્દ્ર બિજારણિયા, લક્ષ્મી સલીમ ખાં, દાતાર સિંહ, રક્ષપાલ, ઓમપાલ અને સાવરમલના નામ પણ સામે આવ્યા છે.
કૌભાંડકારોએ માત્ર નેકસા એવરગ્રીનના નામે જ નહીં, પરંતુ બીજા ઘણાં નામે પણ કંપનીઓ બનાવી હતી. આ નામે ઘણી બેંકોમાં ખાતા ખોલવામાં આવ્યા હતાં.
તપાસમાં જાણવા મળ્યું કે છેતરપિંડી કરનારાઓના ઘણી બેંકોમાં ખાતા છે. જે કંપનીઓનાં નામે ખાતા ખોલવામાં આવ્યા હતાં તેના માલિકો પણ અલગ અલગ હતા.
નેકસા એવરગ્રીન ઉપરાંત નેકસા એવરગ્રીન ડેવલપર્સ, નેકસા એવરગ્રીન બિલ્ડર્સ, નેકસા એવરગ્રીન ધોલેરા, ધોલેરા બિલ્ડર્સ, ધોલેરા એવરગ્રીન ડેવલપર, એવરગ્રીન બિલ્ડર ડેવલપર, ધોલેરા ડેવલપર જેવી ઘણી કંપનીઓ છે.
ખાસ વાત એ છે કે, આ કંપનીઓના અલગ અલગ ડિરેકટર હતા. લોકોને છેતરવા માટે, મોટા ભાગના પ્રોજેકટ્સ અને કંપનીઓના નામ ધોલેરા સિટીનાં નામ પર રાખવામાં આવ્યાં હતાં.
ઠગોએ બેંક કરતાં ડબલ વ્યાજનું રિટર્ન, દર અઠવાડિયે ખાતામાં વ્યાજના પૈસા, નવા ગ્રાહક લાવવા પર કમિશન, ધોલેરા શહેરમાં પ્લોટ વગેરે જેવાં વચનો આપીને લલચાવ્યા હતા. જેમણે પણ તેમની યોજના વિશે સાંભળ્યું, તેઓ લલચાયા અને તેમનો ભોગ બન્યા હતાં.
લોકોએ રૂપિયાનું રોકાણ કર્યા પછી કંપની અઠવાડિયાના દર મંગળવારે સીધા ખાતામાં રિટર્ન ટ્રાન્સફર કરતી હતી. સોમવારે રાત્રે ૧૨ વાગ્યાથી ખાતામાં રૂપિયા આવવાનું શરૂ થઈ જતું હતું.
વારે ઉઠીને લોકો ખાતામાં રૂપિયા જોતાંજ તેમના ચહેરા પર ખુશી છવાઈ જતી. જયારે લોકોમાં આત્મવિશ્વાસ જાગ્યો ત્યારે ઘણાં લોકોએ પોતાની જમીન વેચીને કંપનીમાં રૂપિયા રોકાણ કરવાનું શરૂ કર્યું, અને તે પછી આ ફ્રોડ કંપનીઓએ તેઓને શીશામાં ઉતારવાનું શરૂ કર્યુ હોવાનું બહાર આવી રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial