Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૨: જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા મોટી બાણુંગાર ગામ પાસેના એક પેટ્રોલપંપના ગયા માર્ચ મહિનાના એન્ડમાં પૂરા થયેલા હિસાબી વર્ષના આ પેઢીના કુલમુખત્યારે રજૂ કરેલા હિસાબમાં રૂ.૨૮,૨૪,૩૮૩ની રકમનો તાળો નહીં મળતા ચાર ભાગીદારવાળા આ પેટ્રોલપંપના એક ભાગીદારે કુલમુખત્યાર સામે ઉચાપતની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા મોટી બાણુંગાર ગામમાં રહેતા કુંવરજીભાઈ અમૃતભાઈ ભેંસદડીયા નામના પટેલ આસામીએ અન્ય ત્રણ ભાગીદારને સાથે રાખી મોટી બાણુંગાર ગામના સર્વે નં.૪૩૯માં શિવશક્તિ પેટ્રોલિયમ નામના પેટ્રોલપંપની સ્થાપના કરી હતી.
આ પેઢી વતી જામનગરના તીર્થરાજસિંહ કાળુભા પરમાર નામના ભાગીદારને પાવર ઓફ એટર્ની આપવામાં આવ્યું હતું. પેટ્રોલપંપના હિસાબો જોવા ઉપરાંત ઈંધણ મંગાવવા સહિતની જવાબદારી તીર્થરાજસિંહ વહીવટદાર તરીકે સંભાળતા હતા. તેઓએ ગઈ તા.૧ એપ્રિલ ૨૦૨૪થી તા.૩૧ માર્ચ ૨૦૨૫ દરમિયાનના હિસાબો તાજેતરમાં ભાગીદારો સમક્ષ રજૂ કર્યા હતા.
હિસાબો ચેક કરવામાં આવતા કુલ રૂ.૧,૭૮,૪૫,૭૧૨ની રકમ ચોપડા પર જોવા મળી હતી. તે હિસાબમાંથી તીર્થરાજસિંહે રૂ.૧,૫૦,૨૧,૩૨૯ની રકમનો હિસાબ બતાવ્યો હતો. બાકીના રૂ.૨૮,૨૪,૩૮૩નો તાળો મળતો ન હતો. તે રકમ મૂડીરૂપે આ ભાગીદારી પેઢીમાં જમા હોવી જોઈએ પરંતુ તે હિસાબમાં ન મળતા કુંવરજીભાઈએ પોતાની સાથે તથા અન્ય બે ભાગીદાર સાથે છેતરપિંડી આચરી તીર્થરાજસિંહે તે રકમ પોતાના અંગત ઉપયોગમાં લઈ ઉચાપત કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પંચકોશી એ ડિવિઝનના પીઆઈ એમ.એન. શેખે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial