Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માનસિક બીમાર હોવાનું ખૂલ્યું:
જામનગર તા. ૧૧: જામનગરના તળાવમાં ઝંપલાવી લઈ આત્મહત્યા કરી લેનાર મહિલાની ઓળખ થવા પામી છે. માનસિક અસ્થિરતાનો ભોગ બનેલા આ મહિલાએ પતિ સાથે ઝઘડા પછી તળાવમાં કૂદકો માર્યાે હતો. જામનગરના લાખોટા તળાવના બ્યુટીફિકેશનના ગેઈટ નં.૭ અને ૮ વચ્ચેના તળાવના ભાગમાંથી સોમવારે સવારે એક મહિલાએ તળાવમાં છલાંગ લગાવી હતી. દોડી આવેલી ફાયરબ્રિગેડની ટીમે આ મહિલાને બહાર કાઢી ૧૦૮ મારફત હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
આ મહિલાનું વધુ પડતું પાણી પી જવાથી મૃત્યુ નિપજ્યું હતું. પોલીસે મૃતકની ઓળખ મેળવવા શરૂ કરેલી તપાસમાં આ મહિલાનું નામ વંદનાબેન (ઉ.વ.૩૦) હોવાનું ખૂલ્યું છે. મૂળ કચ્છના આ મહિલા જામનગરમાં પતિ તથા સંતાન સાથે રહેતા હતા. પતિ સાથે ઝઘડો થયા પછી માનસિક અસ્થિરતાનો ભોગ બનેલા આ મહિલાએ તળાવમાં ઝંપલાવ્યાનું બહાર આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial