Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં જુદા જુદા સ્થળે દર ગુરુ-શુક્રવારે
જામનગર તા. ૧રઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનું અભિયાન શરૂ થયું છે, જે અંતર્ગત જુના કપડામાંથી થેલી બનાવવાનું 'માય થેલી' અભિયાન સ્વસહાય જજુથની બહેનો દ્વારા ઓક્ટોબર મહિના સુધી ચાલશે.
જામનગર મહાનગર પાલિકાના કમિશનર ડી.એન. મોદીની સૂચના અનુસાર તથા નાયબ કમિશનર ડી.એ. ઝાલાના માર્ગદર્શન હેઠળ પાંચ જૂન 'વિશ્વ પર્યાવરણ દિન' નિમિત્તે પ્લાસ્ટિકથી થતા પ્રદૂષણનો અંત લાવવા માટેના પ્રયાસ રૂપે તમામ ઘર પ્લાસ્ટિકની થેલીથી મુક્ત થાય તે માટે માય થેલી ઈવેન્ટનું આયોજન જામનગર મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખા-ડે-નલમ યોજનાના સ્વસહાય જુથોની બહેનો દ્વારા તા. ૩-૬-ર૦રપ થી તા. ૩૧-૧૦-ર૦રપ દરમિયાન દર ગુરુવાર તથા શુક્રવારના (બે દિવસ) સવારે ૧૦ થી ર અને ૩ થી ૬ દરમિયાન જુદા જુદા સ્થળોએ આયોજન કરવામાં આવ્યું છે.
કચ્છી રાજગોર બ્રહ્મસમાજની વાડી, ૩, કામદાર કોલોની, ખોડિયાર કોલોની, રામેશ્વરનગર, માટેલ ચોકમાં, સીએમસી સેન્ટર પાસે, જય માતાજી ઈમીટેશન, પટેલ કોલોની ૯ નંબર છેડે, રજવાડા સાફાની બાજુમાં 'માય થેલી' અભિયાન હેઠળ જાહેર જનતા દ્વારા જુના કપડા આપવામાં આવશે તો તેમાંથી જુથની બહેનો દ્વારા આકર્ષક થેલી વિનામૂલ્યે બનાવી આપવામાં આવશે. આથી આ ઈવેન્ટનો જાહેર જનતા વધુમાં વધુ લાભ લે અને તેઓના સહયોગથી વધારાના કાપડમાંથી થેલી બનાવીને પ્લાસ્ટિકની થેલીના બદલે આ કાપડની થેલીનો ઉપયોગ કરે અને પ્લાસ્ટિકનો વપરાશ સદંતર બંધ થાય તે હેથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
આ કાર્યક્રમ થકી જામનગર શહેર પ્લાસ્ટિક મુક્ત બનાવવા અને શુદ્ધ પર્યાવરણ પૂરૃં પાડવા તરફ પહેલ છે. તો આ કાર્યક્રમનો વધુમાં વધુ લાભ લેવા જામનગર શહેરની જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial