Advertisement
Author: નોબત સમાચાર

ઈઝરાયેલ-હમાસના સંઘર્ષમાં ગાઝાના દાવા મુજબ ૫૫ હજારથી વધુ લોકોએ ગુમાવ્યા જીવઃ બેસુમાર તબાહી

ગાઝામાં માનવતાલક્ષી કટોકટીઃ ખોરાક પહોંચાડવામાં ભારે મુશ્કેલીઃ યુએન

                                                                                                                                                                                                      

તેલઅવીવ તા. ૧૨: ગાઝામાં યુદ્ધથી ભયંકર વિનાશ વેરાયો છે અને ૫૫,૦૦૦થી વધુના મોત થયા છે. છેલ્લા ૨૦ મહિનાથી ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા ભીષણ સંઘર્ષે ગાઝામાં ભારે વિનાશ મચાવ્યો છે. ગાઝામાં વિનાશને માનવતાવાદી કટોકટી ગણાવી યુ.એન. દ્વારા કહેવામાં આવ્યું કે ખોરાક પહોંચાડવામાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે.

છેલ્લા ૨૦ મહિનાથી ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા ભીષણ સંઘર્ષે ગાઝામાં ભારે વિનાશ મચાવ્યો છે. ગાઝા આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઇઝરાયલ-હમાસ યુદ્ધમાં ગાઝામાં ૫૫,૦૦૦ થી વધુ લોકો માર્યા ગયા હતા, જેમાંથી અડધાથી વધુ મહિલાઓ અને બાળકો હતા. ઇઝરાયલ અને હમાસ વચ્ચે સંઘર્ષ શરૂૂ થયાને લગભગ ૨૦ મહિના થઈ ગયા છે. લાંબા સમયથી ચાલતા આ સંઘર્ષમાં ઇઝરાયલે ગાઝામાં ભયંકર વિનાશ મચાવ્યો છે.

ગાઝા આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઇઝરાયલ અને હમાસ વચ્ચે ૨૦ મહિનાથી ચાલી રહેલા યુદ્ધમાં મૃતાંક હવે ૫૫,૦૦૦ ને વટાવી ગયો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે મૃતકોમાં અડધાથી વધુ મહિલાઓ અને બાળકો છે. તે જ સમયે, ઇઝરાયલે દાવો કર્યો છે કે તેનું લક્ષ્ય ફક્ત હમાસના આતંકવાદીઓ છે, પરંતુ હમાસ નાગરિક વિસ્તારોમાં છુપાઈને હુમલા કરે છે, જેના કારણે સામાન્ય લોકો પોતાનો જીવ ગુમાવે છે.

મંત્રાલય અનુસાર, અત્યાર સુધીમાં ૫૫,૧૦૪ લોકો મૃત્યુ પામ્યા છે અને લગભગ ૧,૨૭,૩૯૪ લોકો ઘાયલ થયા છે. એવું માનવામાં આવે છે કે ઘણા લોકો હજુ પણ કાટમાળ અને દુર્ગમ વિસ્તારોમાં દટાયેલા છે. ગાઝાનું આરોગ્ય મંત્રાલય હમાસ સરકારનો એક ભાગ હોવા છતાં, અહીં કામ કરતા ડોકટરો અને આરોગ્ય કર્મચારીઓ વ્યાવસાયિકો છે અને તેઓ સંપૂર્ણ માહિતી સાથે આંકડા જાહેર કરે છે. જોકે, ઇઝરાયલે આ આંકડાઓ પર સવાલ ઉઠાવ્યા છે. આ દરમિયાન, ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના કાર્યાલયે જણાવ્યું હતું કે સેનાએ ગાઝામાંથી બે બંધકોના મળતદેહ મેળવ્યા છે. તેમાંથી એકની ઓળખ યાયર યાકોવ તરીકે થઈ છે, જે ૭ ઓક્ટોબર ૨૦૨૩ ના રોજ હમાસના હુમલામાં માર્યો ગયો હતો અને તેનો મળતદેહ ગાઝા લઈ જવામાં આવ્યો હતો. બીજા બંધકની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝે કહૃાું કે આ એક જટિલ કામગીરી દ્વારા કરવામાં આવ્યું હતું, પરંતુ તેના વિશે વધુ માહિતી આપવામાં આવી નથી.

ઇઝરાયલી સેનાએ ગાઝાના મોટા ભાગનો નાશ કર્યો છે અને લગભગ ૯૦% વસ્તીને વિસ્થાપિત કરી છે. તાજેતરમાં, ગાઝાના દક્ષિણ શહેર રફાહનો મોટો ભાગ ખાલી કરાવવામાં આવ્યો છે અને તેને લશ્કરી બફર ઝોનમાં ફેરવવામાં આવ્યો છે.

ઉલ્લ્ેખનિય છે કે, બે મહિનાથી વધુ સમય સુધી ચાલેલી નાકાબંધીને કારણે ભૂખમરાનો ભય વધી ગયો હતો. મે મહિનામાં થોડી રાહત આપવામાં આવી હતી, પરંતુ નવી સહાય વ્યવસ્થા હજુ પણ અરાજકતા અને હિંસાનો સામનો કરી રહી છે. સંયુક્ત રાષ્ટ્ર અને સહાય એજન્સીઓએ કહૃાું છે કે ઇઝરાયલી પ્રતિબંધો, નબળી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને લૂંટફાટને કારણે પરિસ્થિતિ વધુ વણસી રહી હોવાથી ખોરાક પહોંચાડવામાં ભારે મુશ્કેલીઓ આવી રહી છે. ઇઝરાયલે આરોપ લગાવ્યો છે કે હમાસ રાહત સામગ્રી હડપ કરી રહૃાું છે, પરંતુ સંયુક્ત રાષ્ટ્ર અને રાહત જૂથોએ આ વાતનો ઇનકાર કર્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh