Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉદ્યોગનગર ચોકીના રાઈટર તથા ફોજદારે લાંચ માંગ્યાની ફરિયાદ પછી ત્રીજો પોલીસકર્મી પકડાયોઃ
જામનગર તા. ૧૨: જામનગરના એક આસામીને અરજીની તપાસમાં હેરાન નહીં કરવા અને આગામી દિવસોમાં બીજી અરજી આવે તો તેની જાણ કરવા માટે ઉદ્યોગનગર પોલીસ ચોકીના રાઈટર તથા પીએસઆઈએ રૂ.૫૦-૫૦ હજારની લાંચ માંગ્યાની અને તે રકમ એસઓજીના એક કર્મચારીને આપી દેવાની સૂચના આપ્યાની ફરિયાદ એસીબીમાં કરવામાં આવ્યા પછી ગઈરાત્રે એસીબીએ છટકુ ગોઠવી સમર્પણ સર્કલ નજીકથી એસઓજીના કર્મચારીને રૂ.૧ લાખની લાંચ સ્વીકારતો પકડી લીધો છે. પીએસઆઈ સહિત ત્રણ સામે ગુન્હો નોંધાયો છે. ગયા મહિને જ બે પોલીસ કર્મચારી લાંચ લેતા ઝડપાયા પછી એસીબી સ્ટાફે પોલીસ ખાતામાં જ બીજુ સફળ છટકુ પાર પાડ્યું છે.
જામનગરના એક આસામી સામે થોડા સમય પહેલાં સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચીટીંગ અંગેની એક અરજી કરવામાં આવી હતી. તે અરજીની તપાસ આ પોલીસ મથક હેઠળની ઉદ્યોગનગર પોલીસચોકી પાસે હતી.
તે પછી આ વ્યક્તિને હેરાનગતિ નહીં કરવા અને તેની સામે ભવિષ્યમાં કોઈ અરજી આવે તો તેની જાણ કરવા માટે આ પોલીસચોકીના પીએસઆઈ આર.ડી. ગોહિલ તથા આ પોલીસ ચોકીના રાઈટર ધમભાઈ મોરીએ રૂ.૫૦-૫૦ હજાર લાંચ પેટે માંગ્યાની અને આ રકમ જામનગરના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપમાં ફરજ બજાવતા અનાર્મ પો.કો. રવિ ગોવિંદભાઈ શર્માને આપી દેવા માટે સૂચના આપી હોવાની ફરિયાદ આ આસામીએ એન્ટી કરપ્શન બ્યુરોમાં નોંધાવી હતી.
તે ફરિયાદના આધારે એસીબીના રાજકોટ એકમના ઈન્ચાર્જ મદદનીશ નિયામક જે.એમ. આલની સૂચનાથી પીઆઈ આર.એન. વિરાણી તથા જામનગર એસીબી સ્ટાફે છટકુ ગોઠવ્યું હતું.
છટકાના ભાગરૂપે પૈસા આવી ગયા છે અને ક્યાં આપવા આવું તેમ ફરિયાદી દ્વારા પૂછવામાં આવતા રવિ શર્માએ તે રકમ સમર્પણ સર્કલ નજીક જકાતનાકા રોડ પર પંચાયત કાફે રેસ્ટોરન્ટ નજીક આવી આપી જવાનું કહેતા ફરિયાદી સાથે એસીબીનો ખાનગી વસ્ત્રોમાં સજ્જ સ્ટાફ ગઈરાત્રે ત્યાં ધસી ગયો હતો.
ત્યાં પહોંચ્યા પછી પીએસઆઈ આર.ડી. ગોહિલ તથા ઉદ્યોગનગર ચોકીના રાઈટર ધમભાઈ બટુકભાઈ મોરી વતી રૂ.૧ લાખ ફરિયાદીએ એસઓજીના કર્મચારી રવિ શર્માને સોંપતા જ એસીબી ટીમ ધસી આવી હતી અને લાંચની રકમ સાથે રવિ શર્માની સ્થળ પરથી અટકાયત કરી લીધી હતી. તે પછી રવિ શર્મા તેમજ પીએસઆઈ આર.ડી. ગોહિલ અને રાઈટર ધમભાઈ બટુકભાઈ મોરી સામે ગુન્હો નોંધાયો છે.
વધુમાં જાણવા મળ્યા મુજબ ફરિયાદીએ પોતાની વિરૂદ્ધની અરજી અંગે કંઈક કરી આપવા માટે રાઈટર ધમભાઈ મોરીને કહેતા ભવિષ્યમાં કોઈ અરજી આવે તો જાણ કરવા અને હાલની અરજીમાં હેરાનગતિ ન થાય તે માટે રાઈટરે રૂ.૫૦ હજાર માંગ્યા પછી તે રકમ રવિ શર્માએ આપી દેવાનું કહ્યું હતું અને રવિ શર્માએ પોલીસચોકીએ જઈ પીએસઆઈ આર.ડી. ગોહિલની હાજરીમાં લાંચ અંગે વાતચીત કર્યા પછી પીએસઆઈના પણ રૂ.૫૦ હજાર માંગ્યા હતા. તે પછી ફરિયાદીએ લાંચ આપવી ન હતી તેથી એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી અને ગઈરાત્રે છટકુ ગોઠવાયું હતું.
ઉલ્લેખનીય છે કે, ગયા મહિને સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળની ખંભાળિયા નાકા પોલીસચોકીના બે પોલીસ કર્મચારી લાંચના છટકામાં ઝડપાયા પછી ગઈકાલે વધુ એક લાંચનું છટકું ગોઠવાયું હતું અને તે સફળ રહ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial