Advertisement
Author: નોબત સમાચાર

કર્ણાટકમાં રેડ, મહારાષ્ટ્રમાં યલો એલર્ટઃ ગુજરાતમાં શનિવારથી વરસાદની આગાહી

કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદથી પૂરઃ બંગાળની ખાડીમાં સર્જાયુ અવરએર સાયકલોનિક સર્કયુલેશન

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૨: હવામાન ખાતાએ કર્ણાટક માટે ભારે વરસાદનું રેડએલર્ટ અને મહારાષ્ટ્ર માટે યલો એલર્ટ જાહેર કર્યુ છે. જયારે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદથી નદીઓમાં પૂરની સ્થિતિ છેઃ બંગાળની ખાડીમાં અવરએર સર્કયુલેશન સર્જાયુ હોવાના અહેવાલો છે.

દેશના વિવિધ રાજ્યોમાં વાતાવરણ અલગ અલગ જોવા મળી રહૃાું છે. ક્યાંક હજી બફારો અને ઉકળાટ છે તો ક્યાંક વરસાદી માહોલ જોવા મળી રહૃાો છે. દરમિયાન મહારાષ્ટ્રમાં આજે ભારે પવન સાથે વરસાદ થવાના અણસાર છે. મુંબઇ સહિત અનેક શહેરોમાં યલો એલર્ટ અપાયુ છે. હવામાન વિભાગે ૧૨ જૂનથી ૧૭ જૂન સુધી રાજ્યમાં ભારે પવન સાથે સારો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. મુંબઇ, થાણે, પાલઘર અને નવી મુંબઇમાં યલો એલર્ટ અપાયુ છે. જ્યારે કોલ્હાપુર, સોલાપુર, સતારા અને સાંગલી માટે એલર્ટ અપાયુ છે.

ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)એ કર્ણાટકમાં વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. કર્ણાટકના ધારવાડ જિલ્લાના ડેપ્યુટી કમિશનર દિવ્યા પ્રભુએ ગુરુવારે તમામ આંગણવાડીઓ, પ્રાથમિક અને માધ્યમિક શાળા, પીયુ અને ડિગ્રી કોલેજોમાં એક દિવસની રજા જાહેર કરી છે. આઈએમડીએ કર્ણાટક માટે ૭ દિવસનું એલર્ટ જારી કર્યું છે, જેમાં ૧૭ જૂન સુધી લગભગ તમામ જિલ્લામાં મૂશળધાર વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

ધારવાડના હુબલી વિસ્તારમાં ગુરુવારે સવારે મુશળધાર વરસાદ પડ્યો હતો, જેના કારણે હુબલીમાં નદી તોફાની બની છે અને જિલ્લાના ઘણા હિસ્સામાં ખાસ કરીને હનાશી ગામમાં ખૂબ પાણી ભરાયા છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, '૧૭ જૂન સુધી દરિયાકાંઠા અને ઉત્તર આતંરિક કર્ણાટકમાં ધોધમાર વરસાદ પડશે. તો બીજી તરફ ૧૪ જૂન સુધી દક્ષિણ આતંરિક કર્ણાટકના જિલ્લામાં મૂશળધાર વરસાદ પડવાની સંભાવના છે. '

આઈએમડીએ કર્ણાટકના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ૩૦થી ૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે ઉત્તર કર્ણાટકમાં કેટલાક સ્થળોએ ૫૦થી ૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

આઈએમડીએ પોતાના અહેવાલમાં કહૃાું છે કે, 'કોપ્પલ, હાવેરી, બાગલકોટ, વિજયપુરા, કાલાબુર્ગી અને રાયચુર જિલ્લામાં એક કે બે સ્થળોએ ૪૦થી ૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે સતત ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી શકે છે. બીદર અને યાદગીર જિલ્લામાં મોટાભાગના સ્થળોએ ૪૦-૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે મધ્યમ વરસાદની આગાહી છે.'

ગઈકાલે આખી રાત પડેલા ભારે વરસાદના કારણે તુપરી ઝીલમાં પૂર આવવાથી નવલગુંડ તાલુકાના યમનૂર ગામ નજીક ચાર લોકોનો એક પરિવાર પોતાના ફાર્મહાઉસમાં ફસાઈ ગયો હતો. જયારે ગડગ જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે યાવગલ ગામ નજીક રોન તાલુકામાં બેન્ને હલ્લા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. પુલ પર પાણી ભરાઈ જવાના કારણે રોન-નારગુંડ-યાવગલ રસ્તો બંધ કરવો પડ્યો હતો. જેના કારણે સ્થાનિકો, મુસાફરો અને ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહૃાો છે.

બીજી તરફ અંબિકા નગર ઉંકલ વિસ્તારમાં મૂશળધાર વરસાદના કારણે એક મોટું વૃક્ષ ધરાશાયી થયું. આ ઘટનાથી નજીકના રહેવાસીઓમાં ગભરાટ ફેલાઈ ગયો છે. ભારે વરસાદ પછી હુબલીના ઘણા ભાગોમાં પાણી ભરાયા છે.

બંગાળની ખાડીમાં અપર એર સાયકલોનિક સરકયુલેશન સર્જાતા વરસાદી સિસ્ટમ સક્રિય થતાની સાથે જ વધુ જોરદાર રીતે એક્ટિવેટ થશે.

ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં અને તેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં તથા દરિયાકાંઠાના વિસ્તારમાં આગામી તારીખ ૧૪ થી ૧૬ દરમિયાન અનેક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ વાતાવરણમાં ફેરફાર આવી રહૃાો છે. આજે અમદાવાદ ઇડર વડોદરા ભાવનગર સુરત દ્વારકા રાજકોટ પોરબંદર અમરેલી વેરાવળ દીવ સહિત અને જગ્યાએ અપર લેવલે ભેજવાળા વાદળો જોવા મળ્યા છે. લોકલ સિસ્ટમ જો વધુ મજબૂત હશે તો વરસાદની શક્યતા છે. તારીખ ૧૪ થી ૧૬ દરમિયાન ગુજરાતમાં તોકાની પવન, મેઘ ગર્જના અને વીજળીના ચમકારા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ચોમાસુ સક્રિય થતાની સાથે જ મહારાષ્ટ્ર મરાઠાવાડ કોકણ ગોવામાં ભારે વરસાદની સંભાવના ઊભી થઈ છે. કોકણ અને ગોવામાં તો આજથી તારીખ ૧૪ સુધી ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.

હવામાન ખાતાના આજે સવારના બુલેટિનમાં જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ દિશામાં આધ્રપ્રદેશના દરિયામાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે અને તે દરિયાની સપાટીથી ૫.૮ કીલોમીટરની ઊંચાઈ પર છે. આવી જ રીતે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ તેમાં જોવા મળી રહૃાું છે. આ બંને સિસ્ટમ એકબીજા સાથે સંલગ્ન હોવાના કારણે વરસાદની સંભાવના વધી ગઈ છે. આ સિસ્ટમ તારીખ ૧૩ થી ગુજરાત સહિતના નોર્થ વેસ્ટના રાજ્યોને ભારે પ્રભાવિત કરશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh