Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાઉન્સેલીંગ કરી સમાધાન સાધી શકાયું:
જામનગર તા. ૧૨: દેવભૂમિ દ્વારકા જિલ્લાના મહિલા સહાયતા કેન્દ્ર પાસે તાજેતરમાં મદદ માટે આવેલા મહિલાના પરિવારને બોલાવી કાઉન્સેલરોએ ચર્ચા કર્યા પછી એક પરિવાર તૂટતો બચ્યો છે.
રાજ્યના મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા ઘરેલુ હિંસાથી પીડાતી મહિલાઓની સહાયતા માટે સમગ્ર રાજ્યમાં પોલીસ સ્ટેશન, બેઈઝ્ડ સપોર્ટ સેન્ટર (મહિલા સહાયતા કેન્દ્ર) શરૂ કરવામાં આવ્યા છે. જેમાં કાઉન્સેલરો સેવા આપી રહ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના આ કેન્દ્રમાં ચાલુ વર્ષમાં ૯૦ કેસમાં સમાધાન કરાવી અપાયું છે.
હાલમાં જ દ્વારકા પોલીસ મથકમાં એક મહિલાએ પતિના ત્રાસથી રક્ષણ માટે સંપર્ક કર્યાે હતો. આ મહિલાને મહિલા સહાયતા કેન્દ્રમાં મોકલવામાં આવ્યા હતા. તેણીને પતિ ચારિત્ર્યની શંકા કરી મારઝૂડ કરતા હોવાનું ખૂલ્યું હતું. કાઉન્સેલર નીકિતાબેન તથા કાજલબેને આ મહિલાના પતિ તથા વડીલો સાથે ચર્ચા કર્યા પછી સુખેથી ઘરસંસાર ચલાવવા માર્ગદર્શન આપ્યું હતું. અંતે આ કેસમાં પણ સમાધાન થતાં એક પરિવાર તૂટતો બચ્યો હતો.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જિલ્લા કલેકટર રાજેશ તન્નાના અધ્યક્ષપદે મહિલા અને બાળવિકાસ વિભાગની વિવિધ યોજનાની દેખરેખ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જેમાં સહાયતા કેન્દ્રની કામગીરીની પણ સમીક્ષા કરાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial