Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો.... મંગળવારે શેરબજારમાં ટ્રેડિંગની શરૂઆત મામૂલી ઘટાડા સાથે થઈ હતી. યુએસ ફેડરલ રિઝર્વના વ્યાજ દરના નિર્ણયની પૂર્વે, હેવીવેઇટ મેટલ અને આઇટી શેરોમાં થયેલા નુકસાનને કારણે ભારતના બેન્ચમાર્ક સૂચકાંકો મંદી જોવા મળી હતી.સેન્સેક્સ ૪૯૩ પોઈન્ટના ઘટાળા સાથે ૮૧૨૫૦ ના સ્તરે હતો જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૬૦ પોઈન્ટની ઘટાળા સાથે ૨૪૫૭૭ ના સ્તરે કામકાજ કરી રહ્યો હતો,જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૩૪૪ પોઈન્ટની ઘટાળા સાથે ૫૩૩૬૮ ના સ્તરે કામકાજ કરી રહ્યો હતા.
ચીનનો વપરાશ નવેમ્બરમાં અપેક્ષા કરતાં વધુ ધીમો પડ્યો છે. ગયા મહિને છૂટક વેચાણ માત્ર ૩% વધ્યું હતું, જે ઑક્ટોબરના ૪.૮% વૃદ્ધિ અને અર્થશાસ્ત્રીઓના ૪.૬% ની આગાહી કરતા ઘણું ધીમી હતી. ઔદ્યોગિક ઉત્પાદન અપેક્ષા મુજબ ઘણું હતું, જ્યારે ઘરની કિંમતો હજુ પણ ઘટી રહી હતી,જોકે ધીમી ગતિએ.ટોચના ઉપભોક્તા ચીનનું છૂટક વેચાણ નવેમ્બરમાં અપેક્ષા કરતાં નબળું હતું તે પછી નબળા વૈશ્વિક ભાવને ટ્રેક કરીને મેટલ સ્ટોક્સ ૧% નીચામાં સમાપ્ત થયા, બેઇજિંગ પર ઉત્તેજના વધારવા માટે દબાણ જાળવી રાખ્યું કારણ કે તે બીજા ટ્રમ્પ વહીવટ હેઠળ વધુ યુએસ ટ્રેડ ટેરિફ માટે કૌંસ ધરાવે છે.યુક્રેન પર રશીયાએ મિસાઈલ હુમલા કરતાં જીઓપોલિટીકલ ટેન્શન વધવાના અંદાજે અને ચાઈનાની સીઈડબલ્યુસી દ્વારા સ્ટીમ્યુલસ મામલે ખાસ કોઈ આશ્ચર્ય નહીં આપતાં ચાઈનાના બજારોમાં કડાકા પાછળ વૈશ્વિક બજારો સાથે ભારતીય શેર બજારોમાં મેટલ-માઈનીંગ શેરો ઘટાળા પાછળ જતાં સેન્સેક્સ, નિફટી બેઝડ વેચવાલી જોવા મળી હતી.
આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં એસીસી, એચસીએલ ટેકનોલોજી, ટીસીએસ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એચડીએફસી બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, અદાણી પોર્ટસ, હવેલ્લ્સ, વિપ્રો, એચડીએફસી લાઈફ જેવા શેરો વધારો થયો છે. આજના ટોપ લુઝર્સની યાદીમાં ટોરેન્ટ ફાર્મા, લ્યુપીન, લાર્સેન, સિપ્લા, મુથૂટ ફાઈનાન્સ, જીન્દાલ સ્ટીલ, ગ્રાસીમ, ટીવીએસ મોટર્સ, સન ફાર્મા જેવા શેરો ઘટાડો થયો છે.
વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૦૩%ના ઘટાળા સાથે બંધ રહ્યો હતો.જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૩૮% વધીને અને નેસ્ડેક ૧.૧૮% વધીને સેટલ થયા હતા.
બીએસઈમાં મંગળવારે કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૩૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૩૨ અને વધનારની સંખ્યા ૧૬૯૩ રહી હતી,૧૧૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૭૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૬૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા.... મિત્રો, યુએસ ફેડરલ રિઝર્વના વ્યાજ દરના નિર્ણય,જીઓપોલિટીકલ ટેન્શને અને ચાઈનાના આર્થિક પડકારોની ફરી પાછલા અઠવાડિયે વૈશ્વિક બજારોમાં નેગેટીવ અસર વર્તાઈ હતી. સીરિયા મામલે ટેન્શન સાથે અમેરિકામાં બાઈડન સત્તા છોડતા પહેલા યુક્રેનને મિસાઈલ અને અન્ય જોખમી શસ્ત્રોનો રશીયા સામે ઉપયોગ કરવા પરવાનગી આપી જઈ યુક્રેન-રશીયા યુદ્વને લાંબો સમય ચાલુ રહેવાનો પડકાર ડોનાલ્ડ ટ્રમ્પ પર છોડી જઈ વિશ્વની યુદ્વની સ્થિતિ કાયમ રહે એવા પ્રયાસોની નેગેટીવ અસર વૈશ્વિક બજારો પર જોવાઈ છે. બીજી તરફ ચાઈના આર્થિક પડકારોમાંથી બહાર આવવાના પ્રયાસો છતાં સ્ટીમ્યુલસ અપર્યાપ્ત હોવાના મામલે દબાણ હેઠળ છે, ત્યારે ટ્રમ્પ સુ કાન સંભાળવાની તૈયારીમાં હોઈ આ પડકારો વધવાની સંભાવનાએ અનિશ્ચિતતા વચ્ચે ગત સપ્તાહના અંતિમ દિવસોમાં ચાઈના પાછળ વિશ્વ બજારોમાં મોટો આંચકો આવ્યો છે. અલબત ભારતીય શેર બજારોમાં આરંભિક ધબડકા બાદ વી-સેઈપ રિકવરી આવી છે. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો એફપીઆઈઝની ખરીદીને આભારી રહી છે. ફોરેન ફંડો શેરોમાં ખરીદદાર બન્યા છે. જેમાં પણ ચાઈના માટે અમેરિકાના આકરાં વલણથી એડવાન્ટેજ ભારત બનવાની અને ઉદ્યોગોમાં નવું વિદેશી રોકાણ ઠલવાશે એવી અપેક્ષાએ શેરોમાં પસંદગીની ખરીદી વધતી જોવાઈ છે. હવે વૈશ્વિક મોરચે કોઈ મોટું જીઓપોલિટીકલ ટેન્શનનું પરિબળ કે અન્ય રાજકીય ઉથલપાથલ નહીં સર્જાવાની સ્થિતિમાં ડિસેમ્બર મહિનામાં એનએવીની ગેમ શરૂ થવાની સાથે ક્રિસમસ વેકેશન પૂર્વે શેરોમાં તેજી વધુ બળવતર બની શકે છે. જે પરિબળો વચ્ચે આગામી દિવસોમાં નિફટી ફ્યુચર અને સેન્સેક્સમાં ઉતાર ચઢાવ જોવાઈ શકે છે.
એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ફેબ્રુઆરી ગોલ્ડ રૂ.૭૭૦૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૭૭૧૯૯ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૭૭૦૫૯ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૭૮ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૭૭૧૩૯ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે માર્ચ સિલ્વર રૂ.૯૦૯૪૫ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૯૧૧૧૯ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૯૦૯૨૦ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૩૪ પોઈન્ટના ઘટાળા સાથે રૂ.૯૧૦૩૨ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ
ટાટા કોમ્યુનિકેશન (૧૮૫૦) : ટાટા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૮૪૦ આસપાસ ટ્રેડીંગ થતો આ સ્ટોક રૂ.૧૮૨૮ સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૮૬૩ થી રૂ.૧૮૭૭ સુધી તેજી તરફી ધ્યાન...!!!
સન ફાર્મા (૧૮૧૧) : ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૮૦૧ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૧૭૯૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૮૨૮ થી રૂ.૧૮૪૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે...!!!
ગ્લેનમાર્ક ફાર્મા (૧૫૪૭) : ૧૫૩૦ નો પ્રથમ તેમજ રૂ.૧૫૨૧ ના ફાર્માસ્યુટિકલ સેક્ટર રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૫૬૦ થી રૂ.૧૫૭૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે...!!!
એક્સીસ બેન્ક (૧૧૪૭) : પ્રાઈવેટ બેન્ક સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૫૮ થી રૂ.૧૧૭૦ ના ભાવની સંભાવના ધરાવે છે!! અંદાજીત રૂ.૧૧૨૧ નો સ્ટોપલોસ ધ્યાને લેવો...!!!
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (૮૬૦) : રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૮૪૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક પીએસયુ બેન્ક ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૮૭૧ થી રૂ.૮૮૮ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ...!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.