Advertisement
Author: નોબત સમાચાર

નિફટી ફ્યુચર ૨૪૨૦૨ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

સ્થાનિક /   વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો.... અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચાઈના પર ટેરિફ ઘટાડવા અને આકરું વલણ છોડવા સંમત થયાના સંકેત અને અમેરિકાના ઉપપ્રમુખની ભારત મુલાકાતમાં બન્ને દેશો વચ્ચે વેપાર સંધિની દિશામાં સારી પ્રગતિના પોઝિટીવ ડેવલપમેન્ટ અને બીજી તરફ ચાઈના પણ ભારત સાથે વેપાર વધારવા પ્રોત્સાહનો આપવા તૈયાર થયાના અહેવાલ વચ્ચે આજે સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ઉછાળા સાથે થઇ હતી.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૧૦%ના વધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૨.૦૩% અને નેસ્ડેક ૨.૭૪% વધીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૯% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૨% ઘટીને ટ્રેડ થઇ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ટેલિકોમ્યુનિકેશન અને બેન્કેકસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૬૭૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૬૩ અને વધનારની સંખ્યા ૧૦૭૨ રહી હતી, ૧૩૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા.... મિત્રો, ભારતની અર્થવ્યવસ્થા સંભવિત વૈશ્વિક મંદીનો સામનો કરવા માટે વધુ સક્ષમ માનવામાં આવે છે, જ્યારે ઘણા દેશો યુએસ ટેરિફથી વધુ સીધી રીતે પ્રભાવિત થાય છે. અમેરિકા અને ચીન વચ્ચે વધતા વેપાર યુદ્ધ વચ્ચે, ભારતને હવે વૈકલ્પિક ઉત્પાદન કેન્દ્ર તરીકે જોવામાં આવી રહ્યું છે. જ્યારે ચીન યુએસ ટેરિફના જવાબમાં આક્રમક વલણ અપનાવી રહ્યું છે, ત્યારે ભારતે શાંત વલણ અપનાવ્યું છે અને યુએસ સાથે કામચલાઉ વેપાર કરાર પર પહોંચવાનો પ્રયાસ કર્યો છે.

પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફને પગલે સર્જાયેલી અનિશ્ચિતતાને કારણે દુનિયાના અર્થતંત્રની વૃદ્ધિ પર ખરાબ અસર જણાય છે તેમજ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ આઇએમએફ દ્વારા આ વર્ષે ગ્લોબલ ઇકોનોમીમાં વૃદ્ધિનો દર જાન્યુઆરીમાં ૩.૩%ની આગાહીની સરખામણીમાં ૨.૮% જ થવાની ધારણાં મૂકી છે.  યુએસ દ્વારા ટેરિફ લાદવામાં આવ્યા હોઇ ચીનનો વૃદ્ધિ દર પણ આ વર્ષે  ઘટીને ૪% થવાની સંભાવના છે. જે અગાઉ કરતાં ૧.૫% ઓછો છે. ટ્રમ્પ હવે શું કરશે તે બાબતે અનિશ્ચિતતા પ્રવર્તતી હોવાથી યુએસ અને દુનિયાના અર્થતંત્ર પર તેની મોટી અસર પડશે. વેપાર નીતિઓ કેવી રીતે ઘડાય છે તેના આધારે કંપનીઓ ઇન્વેસ્ટમેન્ટ અને વિસ્તરણના નિર્ણયો લ ેતી હોવાથી આ અનિશ્ચિતતાને કારણે વૃદ્ધિ ધીમી પડશે.

એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે જુન ગોલ્ડ રૂ.૯૫૯૯૯ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૯૬૨૩૯ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૯૫૬૬૭ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૨૩૧ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૯૫૬૮૧ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે મે સિલ્વર રૂ.૯૭૪૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૯૭૬૩૧ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૯૭૩૧૬ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૯૫ પોઈન્ટના ઘટાડા સાથે ૯૭૩૧૬ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ....

એચડીએફસી બેન્ક (૧૯૧૧) : એચડીએફસી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૮૭૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૮૬૦ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૯૩૯ થી રૂ.૧૯૪૪ નો આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.૧૯૫૦ ઉપર તેજી તરફી ધ્યાન...!!

એસબીઆઈ લાઈફ (૧૬૦૮) : ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૫૮૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૧૫૭૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૬૨૪ થી રૂ.૧૬૩૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!

ઈન્ફોસિસ લિ. (૧૪૬૯) : રૂ.૧૪૪૭ નો પ્રથમ તેમજ રૂ.૧૪૩૦ બીજા સપોર્ટથી કમ્પ્યુટર્સ - સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૮૪ થી રૂ.૧૪૯૦ આસપાસ તેજી તરફી રુખ નોંધાવે તેવી શક્યતા છે...!!

આઈસીઆઈસીઆઈ બેન્ક (૧૩૯૭) : પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૧૩ થી રૂ.૧૪૨૦ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે!! અંદાજીત રૂ.૧૩૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો...!!!

રામકો સિમેન્ટ્સ (૯૮૨) : રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૯૪૪ સ્ટોપલોસ ધ્યાને લઈ સિમેન્ટ એન્ડ સિમેન્ટ પ્રોડક્ટ્સ સેક્ટરનો આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૯૯૪ થી રૂ.૧૦૦૩ આસપાસ તેજી તરફી ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે...!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh