Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અજુબે સી થી કુછ વહાઁ બાત જૈસે, પૂરા શહેર પુલ પે થા કલ રાત જૈસેઃ
જામનગરમાં સાત રસ્તા સર્કલથી સુભાષ બ્રિજ સુધીના ઓવરબ્રિજનું ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લોકાર્પણ કર્યા પછી બપોરથી જ લોકો ઓવરબ્રિજ પર સફર કરવા નીકળી પડ્યા હતાં. ટ્રાફિકથી બચવા પુલનો ઉપયોગ કરનારા કરતા નવા ઓવરબ્રિજ પર લટાર મારવાના ઈરાદે પ્રવાસ કરનારા વધુ હતાં. સાંજ થતા ઓવરબ્રિજ અને સાત રસ્તા સર્કલ પર રોશનીનો ઝળહળાટ નિહાળી લોકો મંત્ર મુગ્ધ થયા હતાં અને રાત્રે કામ-ધંધાથી પરવારી લોકો ઝગમગતા ઓવરબ્રિજ પર સફર કરવા ઉમટી પડ્યા હતાં. રાત્રે ૯ કલાક પછી પુલ ઉપર વિશેષ ભીડ જોવા મળી હતી. સાત રસ્તા સર્કલ પર ઝાંસીની રાણીની પ્રતિમા સહિત સમગ્ર સર્કલ ઝગમગતું હોવાથી તેની અનેરી આભાથી લોકો આકર્ષાયા હતાં. આ નજારાને યાદોમાં ભરી લેવા લોકોએ ભરપૂર સેલ્ફી-વીડિયો લીધા હતાં. સોશિયલ મીડિયા ઉપર પણ ઓવરબ્રિજની વિવિધ રીલ-પોસ્ટ એ ધૂમ મચાવી હતી. ધીમે ધીમે મેદની અવિરત વધતા પુલ ઉપર જામ જેવી સ્થિતિ સર્જાય હતી. મોડી રાત સુધી આવી સ્થિતિમાં પણ લોકોએ ઓવરબ્રિજની મોજ માણી હતી, તો ટ્રાફિકમાં ફસાયેલા અમુક વાહનચાલકો અકળાયા પણ હતાં, પરંતુ લગભગ ચાર વર્ષની પ્રતિક્ષા પછી સાકાર થયેલ પુલ ઉપરથી પસાર થવાનો અને તેના ઝમગમાટનો લ્હાવો લેવાનો લોકોનો ઉત્સાહ તમામ બાબતો ઉપર ભારે પડ્યો હતો. જાણે કોઈ અજાયબી હોય એ રીતે પુલ ઉપર મેદની ઉમટી પડી હતી. જનતાએ મનભરીને આ વિકાસકાર્યની ઝગમગતી મોજ માણી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial