Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાલમાં લંડન રહેતા હમવતની આયોજીત સપ્તાહ માટે રઘુવંશીઓ તત્પરઃ
સલાયા તા. ૨૫: મૂળ સલાયા અને હાલ લંડન નિવાસી નટવરલાલ ગોરધનદાસ સામાણી પરિવારની ભાગવત કથાનો આગામી ગુરૂવારથી પ્રારંભ થશે, સલાયા લોહાણા મહાજન અને જલારામ સેવા સમિતિ દ્વારા આ માટે જોરશોરથી તૈયારીઓ થઈ રહી છે. નાસિકના પૂજ્ય સૌરભભાઈ શાસ્ત્રીજી કથાનું સંગીતમય શૈલીમાં રસપાન કરાવશે.
દ્વારકા જિલ્લાના સલાયા ગામે ગુરૂવાર અને ૨૭ તારીખથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ કથાનું ભવ્ય આયોજન મૂળ સલાયાના અને હાલ લંડન રહેતા નટવરલાલ ગોરધનદાસ સામાણી પરિવારના સ્વ. ધીરજબેન નટવરલાલ સામાણી તેમજ નટવરલાલના પૂજ્ય માતાપિતા અને ભાઈઓ તથા ભત્રીજાઓ અને સર્વે પિતૃઓના મોક્ષાર્થે આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ એક સૌથી જુદી વાત એ છે કે નટવરલાલ પોતે હયાત છે, હાલ લંડન છે અહીં આવી શકે એવી તબિયત નથી જેથી પોતે પણ પોતાની હયાતીમાં બધી ધાર્મિક વિધિ આ ભાવગત કથામાં કરવાના છે. જે ગુજરાતી કહેવત 'જીવતા જગતિયું' ને સાર્થક કરે છે.
આ ભાવગત કથામાં નાસિકના પૂજ્ય સૌરભભાઈ શાસ્ત્રીજી કથાનું સંગીતમય શૈલીમાં રસપાન કરાવશે. તેમજ તેમના પિતા ભગવતાચાર્ય પૂજ્ય યોગેશભાઈ પુરોહિત પણ આશીર્વચન આપવા ખાસ પધારશે.
આ ભાગવત કથામાં તારીખ ૩૦ નવેમ્બરના સાંજે શ્રીકૃષ્ણ જન્મ ઉત્સવ ઉજવાશે તથા રાત્રિના ૮ વાગ્યે સલાયા લોહાણા મહાજન વાડીએ સમસ્ત હિન્દુ સમાજની નાતનું પણ સામાણી પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
આ કથામાં લંડનથી નટવરલાલના પુત્ર પિયુશભાઈ તથા પુત્રવધૂ ઈલાબેન હાજરી આપવાના છે. આ ભાગવત કથાનું વાંચન દરરોજ બપોરે ૩:૩૦ થી ૭:૩૦ સુધી લોહાણા મહાજન વાડીમાં રાખેલ છે.
ભાગવત કથામાં જુદા જુદા ધાર્મિક પ્રસંગોને પણ ભવ્ય રીતે ઉજવવામાં આવશે. તો આ ભાગવત કથા શ્રવણ કરવા તેમજ ૩૦ તારીખના રાત્રે મહાપ્રસાદ લેવા સમસ્ત હિન્દુ સમાજના લોકોને પધારવા સામાણી પરિવારનું ભાવ ભરેલું નિમંત્રણ છે. આ સમગ્ર આયોજન લોહાણા મહાજન સલાયાના પ્રમુખ ભરતભાઈ લાલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial