Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હવે... ચોમાસામાં જલભરાવથી ટ્રાફિક નહીં અટકે !
ખંભાળિયા તા. ૨૫: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સવા પાંચ કરોડના ખર્ચે જયાં ચોમાસાના પાણી રોડ પર આવતા તે માઈનોર બ્રિજના કામો પૂર્ણ થતા લોકોને હવે મુશ્કેલી નહીં પડે તેવો દાવો કરાયો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કેટલાક ગ્રામ્ય પંથકમાં રસ્તા પર પાણી આવી જતાં રસ્તો બંધ થઈ જવાની સ્થિતિ થતી હોય સાંસદ પૂનમબેન માડમ તથા ધારાસભ્યો પબુભા માણેક તથા મૂળુભાઈ બેરાના પ્રયત્નોથી દ્વારકા જિલ્લામાં ત્રણ સ્થળે માઈનોર બ્રિજના કામો મંજુર થયા હતા જે તમામ પૂર્ણ થતાં આગામી સમયમાં ચોમાસામાં રસ્તા પર પાણી ભરાવાના કારણે રસ્તા બંધની સ્થિતિ હવે ભૂતકાળ બની જશે.
ખંભાળિયા તાલુકાના બજાણા કોટા કંડોરણા રોડ પર નદીના પૂરમાં રસ્તો બંધ થઈ જતો હતો તથા ગામડાઓનો સંપર્ક બંધ થઈ જતો હતો ત્યાં અઢી કરોડના ખર્ચે માઈનોર બ્રિજ થઈ જતાં ત્યાં હવે ચોમાસામાં પાણી નહીં ભરાય તથા લોકોનો વાહન વ્યવહાર ચાલુ રહેશે.
આ ઉપરાંત કલ્યાણપુર તાલુકાના દેવળીયા, આચલાણા કલ્યાણપુર રોડ પર પણ સવા કરોડના ખર્ચે માઈનોર બ્રિજનુ કામ મંજુર થયેલું જે કાર્ય પણ પૂર્ણતાના આરે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial