Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાડા ગામમાં પણ દરોડામાં મળી આવ્યો આથો, ભઠ્ઠીના સાધનોઃ
જામનગર તા. ૨૫: જામનગરના બાડા ગામ તથા ધ્રોલના ચામુંડા પ્લોટમાં આજે વહેલી સવારે પોલીસે પૂર્વ બાતમીના આધારે બે મહિલાના મકાનમાં દરોડા પાડતા ત્યાંથી દેશી દારૂની ભઠ્ઠી મળી આવી છે. આથો, તૈયાર દારૂ, ભઠ્ઠીના સાધનો કબજે કરાયા છે.
ધ્રોલ શહેરના ચામુંડા પ્લોટમાં આવેલા શાહબાઈ ઉર્ફે સલમાબેન સુલતાનભાઈ મકવાણા નામના મહિલાના ઘરમાં આજે વહેલી સવારે પોલીસે દરોડો પાડતા ત્યાંથી દેશી દારૂની ચાલુ ભઠ્ઠી મળી આવી હતી. સ્થળ પરથી પોલીસે ૪૦ લીટર આથો, તૈયાર દારૂ, ભઠ્ઠીના સાધનો કબજે કર્યા છે. દરોડા પહેલાં નાસી ગયેલા સલમાબેનના સગડ પોલીસે દબાવ્યા છે.
જામનગર નજીકના અલીયા ગામ પાસેના બાડા ગામમાં રેણુકાબા નરેન્દ્રસિંહ જાડેજા નામના મહિલાના મકાનમાં આજે સવારે પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડતા ત્યાંથી દેશી દારૂ બનાવવાના ઉપયોગમાં લેવાતો આથો, ભઠ્ઠીના સાધનો મળી આવ્યા હતા. રેણુકાબાની શોધખોળ કરાઈ રહી છે.
કનસુમરા પાસે રોડ ક્રોસ કરતા પ્રૌઢને બાઈકની ટક્કરઃ
મહાકાળી સર્કલ પાસે અકસ્માતમાં યુવાનના પગની આંગળીઓ કપાઈઃ અકસ્માતના ત્રણ બનાવ
જામનગર તા. ૨૫: જામનગરના કનસુમરા ગામના પાટીયા પાસે રોડ ક્રોસ કરતા એક પ્રૌઢને બાઈકે ઠોકર મારી અકસ્માત સર્જતા ઘવાયેલા પ્રૌઢને સારવારમાં ખસેડાયા છે. શનિવારે મહાકાળી સર્કલ પાસે એક બાઈકચાલકે અન્ય સ્કૂટર સાથે અકસ્માત સર્જતા એક યુવાનના પગની આંગળીઓ કપાઈ ગઈ છે. જોડિયામાં પાર્ક કરેલા બાઈક સાથે અન્ય બાઈક ટકરાઈ પડ્યું છે.
જામનગરના હરિયા કોલેજ રોડ પર આવેલા સાંઢીયા પુલ નજીક સરદારનગરની શેરી નં.પમાં રહેતા પરબતભાઈ નકુમ નામના પ્રૌઢ ગઈ તા.પની સવારે કનસુમરા ગામના પાટીયા પાસેથી રોડ ક્રોસ કરતા હતા ત્યારે જીજે-૧૦-સીબી ૭૧૫૫ નંબરના મોટરસાયકલના ચાલક ભૌમિક વાઘેલાએ તેઓને ઠોકર મારી પછાડી દીધા હતા. ગંભીર ઈજા પામેલા પરબતભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. તેમના પુત્ર રાજેશભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરના એરફોર્સ રોડ પર ખેતીવાડી ફાર્મની શેરી નં.૧માં રહેતા સંજયભાઈ નરશીભાઈ બાવળફાડ નામના યુવાન ગયા શનિવારે સવારે એરફોર્સ સ્ટેશને નોકરી પર જીજે-૧૦-ડીડી ૪૫૩ નંબરના એક્ટિવામાં જતા હતા ત્યારે મહાકાળી સર્કલ નજીક જીજે-૧૦-ડીપી ૩૪૩૪ નંબરના બાઈકે તેઓને ઠોકર મારી દીધી હતી. આ અકસ્માતમાં સંજયભાઈના જમણા પગનો અંગુઠો તથા બે આંગળી કપાઈ જતા સારવારમાં ખસેડાયા છે. બાઈકચાલક સામે ફરિયાદ નોંધાવાઈ છે.
જોડિયા શહેરના મેમણપરામાં દુકાન ધરાવતા અલ્ફાઝખાન ઝહાંગીરખાન બ્લોચે પોતાનું જીજે-૧૦-સીક્યુ ૪૯૬૦ નંબરનંુ હીરો મોટરસાયકલ ગયા મંગળવારે રાત્રે પોતાની દુકાન પાસે મૂક્યું હતું તેની સાથે જીજે-૧૦-ઈડી ૫૯૭૨ નંબરનું બાઈક અકરમભાઈ નામના આસામીએ ટકરાવતા અલ્ફાઝખાનના બાઈકમાં નુકસાન થયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial