Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા ચાલી રહેલા
જામનગર તા. ૨૫: જામનગર જિલ્લામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા બે સ્થળોએ મેદસ્વિતા નિવારણ કેમ્પ સમગ્ર ઊર્જા અને સફળતાપૂર્વક કાર્યરત છે. જે કેમ્પ અંતર્ગત માત્ર યોગ જ નહીં, પરંતુ આરોગ્યને સર્વાંગી રીતે સુધારવા માટે આયુર્વેદ, એક્યુપ્રેશર, નેચરોપેથી અને લાઈફસ્ટાઈલ માર્ગદર્શનનો વિશેષ સમાવેશ કરવામાં આવ્યો છે.
આ કેમ્પમાં મુખ્ય માર્ગદર્શન મળી રહે, તે માટેના વિશેષ મુદ્દાઓની આ સાથે છણાવટ કરવામાં આવી છે. આયુર્વેદિક જ્ઞાન પિત્ત, વાયુ અને કફના સ્વભાવ અનુસાર શરીરમાં ચરબી વધવાની પ્રક્રિયા અને તેના નિવારણ વિષે ડો. ગીરીરાજસિંહ દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
એક્યુપ્રેશર સારવારઃ શરીરના દબાણ બિંદુઓ દ્વારા વજન નિયંત્રણ, પાચન શક્તિ અને હોર્મોનલ સંતુલન વિષે એક્યુપ્રેશર ઉપેન્દ્રસિંઘ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
નેચરોપેથી ટ્રિટમેન્ટઃ પ્રકૃતિ આધારિત ઉપચાર અને રોજિંદી જીવનમાં સરળતાથી અપનાવી શકાય તેવા ઉપાયો વિષે ડો. પ્રીતિ પારેખ દ્વારા માહિતી અને પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સ્ત્રીરોગ અને મેદસ્વિતાઃ સ્ત્રીઓમાં હોર્મોનલ ફેરફાર, જીવનશૈલી અને સ્ટ્રેસ જેવા કારણોસર મેદ વધવાની પ્રક્રિયા અને તેનું વૈજ્ઞાનિક નિવારણ વિષે ડોગાયત્રી ઠાકર દ્વારા વિશેષ સત્ર યોજાયું હતું.
લાઈફસ્ટાઈલ અને આધ્યાત્મિક આરોગ્ય હરિદ્વારથી પધારેલા સંતો દ્વારા સાચી દૈનિક જીવનશૈલી કઈ હોવી જોઈએ, અને પ્રાકૃતિક ઔષધિઓ જેમ કે અશોક ગંધા,પીપર મૂઠ ના સેવન વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જામનગર શહેરના બંને કેમ્પોમાં ઉત્સાહ સાથે જનતા જોડાઈ રહી છે, અને પરિણામો પણ સકારાત્મક જોવા મળી રહૃાા છે.
જામનગરના નાગરિકોને આ આરોગ્યપ્રદ અને જ્ઞાનસભર મેદસ્વિતા કેમ્પ સાથે જોડાઈને પોતાની તંદુરસ્તી તરફ મહત્ત્વપૂર્ણ પગલું ભરવા જામનગર જિલ્લા યોગ કોઓડીનેટર હર્ષિતા મહેતા ૮૮૪૯૮૧૫૫૧૦ પંચવટી નર્મદેશ્વર મંદિર સાંજે ૪.૩૦ થી ૬.૦૦ સુધી અને એમ્યુઝમેન્ટ પાર્ક પાસે સવારે ૬.૩૦ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન સંપર્ક દ્વારા અનુરોધ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial