Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૫: વિશ્વના વિકસિત દેશોમાં દિવ્યાંગ વ્યક્તિઓને સશક્ત બનાવવા માટે સરકારો દ્વારા વિવિધ સહાય, સુવિધા અને પ્રોત્સાહન આપવામાં આવે છે. પરંતુ ભારતમાં ખાસ કરીને ગુજરાત રાજ્યમાં દિવ્યાંગોને મળતી સરકારી સુવિધાઓ મર્યાદિત અને અપૂરતી છે.
જામનગર જિલ્લામાં દિવ્યાંગોના પ્રશ્નોને સક્રિયપણે સરકાર સુધી પહોંચાડવા માટે કોઈ મજબૂત સંગઠન ન હોવાથી આ વર્ગના પ્રશ્નો અટવાય છે.
આ પરિસ્થિતિમાં પરિવર્તન લાવવા માટે હવે 'દિવ્યાંગ એસોસિએશન-જામનગર'ની રચના કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ સંસ્થા જિલ્લાના તમામ દિવ્યાંગોના હિત, અધિકારો અને સશક્તિકરણ માટે કાર્ય કરશે અને રાજ્ય તથા કેન્દ્ર સરકાર સમક્ષ અણઉકેલ પ્રશ્નો રજૂ કરશે. આ એસો. ના સભ્ય બનવા માટે વોટ્સએપ નંબર ૯૯૨૫૫ ૬૦૧૯૯ ઉપર નામ, સરનામું મોકલી આપવું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial