Advertisement
Author: નોબત સમાચાર

લાખો રૂપિયાના ખર્ચે સિક્યોરીટી છતાં જી.જી. સરકારી હોસ્પિટલમાં દર્દીઓ પણ સુરક્ષિત નથી

પગલાં ભરવામાં તંત્ર કોની લાજ કાઢે છે ?

                                                                                                                                                                                                      

જામનગર તા. રપઃ જામનગરની જી.જી. હોસ્પિટલની સિક્યોરીટી સમયાંતરે ચર્ચામાં રહી છે. એક દર્દી સારવાર માટે હોસ્પિટલની અંદર હતાં તો ત્યાં રઝળતા શ્વાને તેમને બટકા ભરી લીધા હતાં.

આમ દર વખતે તપાસ કરાવીશું, પગલાં લેશું જેવા જવાબો આપતું તંત્ર પણ હવે શંકાના દાયરામાં હોય તેમ જાણવા મળે છે. દર્દીના સગા સાથે કડકાઈ કરતા સિક્યોરીટી જવાનો સામે પણ કડક પગલાં જરૂરી છે. શા માટે તેને છાવરવામાં આવે છે ? તેવા પણ સવાલો ઊઠવા પામ્યા છે.

જામનગરના રણજીતનગર વિસ્તારમાં રહેતા શ્યામભાઈ નામના દર્દી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ગયા હતાં. તેઓ કેસ બારી નજીકથી પસાર થતા હતાં ત્યારે હોસ્પિટલમાં અંદર જ આંટાફેરા કરતા શ્વાને શ્યામભાઈને હાથમાં બટકા ભરી લોહીલુહાણ કરી નાખ્યા હતાં, આથી તરત જ તેમને સારવાર લેવાની ફરજ પડી હતી.

આ સરકારી હોસ્પિટલમાં લાખો રૂપિયાના ખર્ચથી સિક્યોરીટી જવાનોની મસમોટી ફોજ રાખવામાં આવી છે, ત્યારે સવાલ એવો થાય છે કે, જો મુખ્ય દરવાજે સિક્યોરીટી કાફલો બેઠો હોય તો રસ્તે રઝળતા શ્વાન હોસ્પિટલમાં અંદર કેવી રીતે પહોંચી જાય છે?

અગાઉ પણ અનેક વખત માથાકૂટોમાં સિક્યોરીટી જવાનો ચર્ચાના ચાકળે ચડી ચૂક્યા છે અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરીશું, પગલાં લઈશું, કડક સૂચના આપીશું જેવા છાપેલા જવાબો અપાય છે, પરંતુ કડક પગલાં લેવામાં નહીં આવતા હવે દર્દીઓ હોસ્પિટલમાં લાખો રૂપિયાની સિક્યોરીટી વચ્ચે પણ સુરક્ષિત નથી. હવે ફરી એક વખત હોસ્પિટલ ચર્ચાના ચાકડે ચડી છે, જ્યારે તંત્ર શું પગલાં ભરે છે તેના ઉપર સૌ કોઈની મીટ મંડાઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh